Year Ender 2024:  Ipl 2024 ની આ સીઝન ક્રિકેટફેન્સ માટે રોમાંચકારી રહી. માર્ચ 2024 થી મે મહિના સુધી ચાલેલી આ સિઝનમાં બે મહિના સુધી જબરદસ્ત એક્શન જોવા મળી. આ વર્ષે ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ એક દાયકા પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર હતા. ફાઇનલમાં તેમણે સનરાઈઝ હૈદરાબાદની ટીમને હરાવી હતી. આ વર્ષે કલકત્તા નાઈટ રાઈડર્સે 10 વર્ષ પછી આઈપીએલની ટ્રોફી જીતી. ટ્રોફી જીતવામાં ટીમનો ગેમ પ્લે,  શ્રેયસ ઐયરનું નેતૃત્વ સફળ સાબિત થયું. 


આ પણ વાંચો: White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ


બીજી તરફ સનરાઈઝ હૈદરાબાદે આખી ટુર્નામેન્ટમાં પોતાની એટેકિંગ બલ્લેબાઝીથી લોકોને પ્રભાવિત કર્યા. સનરાઈઝ હૈદરાબાદ આઠ વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું પરંતુ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે આ ટીમ હારી ગઈ. 


Ipl 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યું. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન આ વખતે હાર્દિક પંડ્યા હતા. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. મુંબઈ ઇન્ડિયન ટીમ તેના છેલ્લા વર્ષના પ્રદર્શન પર ખરી ન ઉતરી અને તે પ્લે ઓફ સુધી પણ ન પહોંચી શકી. 


આ પણ વાંચો: શિયાળામાં વધારે ફાટવા લાગે સ્કિન તો અજમાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં ખીલી જશે ત્વચા


Ipl 2024 માં કેટલાક યુવા ખેલાડીઓ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે છવાઈ ગયા હતા. આ યુવા ખેલાડીમાં રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલ, પંજાબ કિંગ્સ ટીમના પ્રભ સિમરન સિંહનો સમાવેશ થાય છે આ સિવાય અભિષેક શર્મા ipl 2024 માં છવાઈ ગયો કારણ કે આ ખેલાડીએ ipl માં સૌથી વધુ છગ્ગા લગાવવાનો અને 500 થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.