World Cup 2023: ધર્મશાલાના ગ્રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શાનદાર જીત બાદ વર્લ્ડ કપમાં હવે ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ સામે મુકાબલો. ગઈ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ આ વખતે સતત ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહી છે. ઈંગ્લેન્ડ માટે વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે હવે પછી દરેક મેચ મસ્ટ વિન છે. જો એક પણ મેચ હાર્યા તો વર્લ્ડ કપથી બહાર. આવી સ્થિતિની વચ્ચે એમને મોટો ઝટકો મળ્યો છે. એમનો વિકેટ ટેકર બોલર ટીમથી બહાર થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્ત્વનું છેકે, હાલ વર્લ્ડ કપ 2023 ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં ટીમ માત્ર 1 જ જીત નોંધાવવામાં સફળ રહી છે. આ જીત બાંગ્લાદેશ સામે હતી, ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આ દરમિયાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર આઉટ થઈ ગયો છે. આ ખેલાડી છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે હવે આગળ રમવાની સ્થિતિમાં નથી.


ઘાતક બોલર ટીમમાંથી બહાર-
ભારતીય બેટ્સમેનોને પોતાના ઘાતક બોલથી પરેશાન કરનાર ઈંગ્લેન્ડનો ઝડપી બોલર રીસ ટોપલી વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, શનિવારે દક્ષિણ આફ્રિકા સામેની ટીમની મેચમાં ટોપલીને ડાબા હાથની તર્જનીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે બહાર થઈ ગયો હતો. જોકે, થોડા સમય બાદ તે મેદાનમાં પાછો ફર્યો હતો. મેચ બાદ કરવામાં આવેલા સ્કેનથી ખબર પડી કે તેની આંગળીમાં ફ્રેક્ચર છે, જેના કારણે તે આ ટૂર્નામેન્ટમાં ટીમ સાથે આગળ રમી શકશે નહીં.


 



 


ઈંગ્લેન્ડ ક્રિકેટે ટ્વીટ કર્યું-
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું, 'આવા સમાચાર જે અમે તમને પહોંચાડવા માંગતા ન હતા. રીસ ટોપલી બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર છે. અમે ટોપર્સ તમારી સાથે છીએ. તમને જણાવી દઈએ કે તે એવો બોલર છે જેણે ટીમ માટે અત્યાર સુધી રમાયેલી મેચોમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 3 મેચમાં 8 વિકેટ પોતાના નામે કરી છે.


ભારત સામે મોટી મેચ રમાવાની છે-
ઈંગ્લેન્ડનો 29 ઓક્ટોબરે ભારતનો સામનો કરવાનો છે. જો કે આ પહેલા ટીમ શ્રીલંકા સામે ટકરાશે પરંતુ ટીમ ઈન્ડિયા સાથેની મેચ પહેલા ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટૂર્નામેન્ટમાં પાછળ રહી ગયેલી ઈંગ્લેન્ડની ટીમ જો સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને આવનારી તમામ મેચો જીતવી પડશે જે ખૂબ જ મુશ્કેલ છે. ન્યુઝીલેન્ડને પણ હરાવનાર ભારત જેવી અજેય ટીમ સામે રમવું ખાસ પડકારજનક રહેશે.