દુનિયાના સૌથી અમીર ખેલાડીએ ફક્ત 36 મિનિટમાં કમાયા હતા 1845 કરોડ રૂપિયા
ફોર્બ્સ પત્રિએ બુધવારે હાઇએસ્ટ પેડ સ્પોર્ટ્સ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે મુજબ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવેદર આ યાદીમાં ટોપ પર રહ્યા. તેમની કમાણી 1913.3 કરોડ રૂપિયા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ રકમનો મોટો ભાગ 1845.2 રૂપિયા કમાવવામાં ફક્ત 36 મિનિટ લાગી હતી.
નવી દિલ્હી: ફોર્બ્સ પત્રિએ બુધવારે હાઇએસ્ટ પેડ સ્પોર્ટ્સ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે મુજબ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવેદર આ યાદીમાં ટોપ પર રહ્યા. તેમની કમાણી 1913.3 કરોડ રૂપિયા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ રકમનો મોટો ભાગ 1845.2 રૂપિયા કમાવવામાં ફક્ત 36 મિનિટ લાગી હતી. તેમણે આ રકમ 27 ઓગસ્ટ, 2017ના રોજ જીતી હતી.
600 મિલિયન લાગ્યા હતા દાવ પર
ફ્લોયડ મેવેદર અને કોનૉર મેકગ્રેગર વચ્ચે આ હાઇ પ્રોફાઇલ ફાઇટ બોક્સિંગ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફાઇટ હતી. આ ફાઇટ માટે 600 મિલિયન ડોલર દાવ પર લાગ્યા હતા, એટલે લગભગ 4000 કરોડ રૂપિયા. તેમાં ફાઇટ જીતનારને 275 એટલે કે 1845.2 કરોડ રૂપિયા મળ્યા હતા. લાસ વેગાસમાં યોજાયેલી આ પ્રોફાઇલ ફાઇટને 220 દેશોમાં લાઇવ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી.
રેકોર્ડ 67.1 અરબ રૂપિયા કુલ કમાણી
એમએમએ બોક્સર સાથે થયેલી ફાઇટ વડે મળેલી રકમ વડે મેવેદરની કુલ કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. હવે તેમના કેરિયરની કુલ કમાણી એક બિલિયન ડોલરથી વધુ થઇ ગઇ છે, એટલે કે 67.1 અરબ રૂપિયા. તે ત્રીજા ખેલાડી છે, જેના કેરિયરની કમાણીની રકમ 10 ફીગરમાં પહોંચી ચૂકી છે. મેવેદર ઉપરાંત બાસ્કેટ લેજેંડ માઇકલ અને ગોલ્ફર ટાઇગર વુડ્સ જ આમ કરી શક્યા છે.
ઘણીવાર શેર કરે છે પૈસા પર ઉંઘતા ફોટા
મેવેદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પૈસા પર ઉંઘતો ફોટો ઇંસ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. લક્સરી કારોના શોખીન આ બોક્સર વિશે કહેવામાં આવે છે કે તેમને પૈસાનો દેખાડો કરવો ખૂબ પસંદ છે. એકવાર તેમણે 4 મોડલને પૈસાની ગણતરી કરવા લગાવી દીધી હતી. તેમના મિત્રોની યાદીમાં પોપ સ્ટાર જસ્ટીન બીવર જેવા નામ સામેલ છે.
ક્યારેય હાર્યા નથી પ્રોફેશનલ ફાઇટ
મેવેદરને પ્રોફેશનલ કેરિયરમાં કોઇ હરાવી શક્યું નથી. તેમણે અત્યાર સુધી 50 ફાઇટ લડી અને બધી જીતી છે. આ દરમિયાન તેમણે 27 પછી વિપક્ષીને નોકઆઉટ કર્યું છે, જ્યારે 23 મુકાબલોમાં જ વિપક્ષી તેમની સામે ટકી શકે. જોકે તેમણે હવે બોક્સિંગથી સંન્યાસ લઇ લીધો છે.