ન્યૂઝીલેન્ડના લોકો ખુબ સારા છે, બદલા વિશે ન વિચારી શકીએઃ વિરાટ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, તેની ટીમ ન્યૂઝીલેન્ડ સામે વિશ્વકપ સેમિફાઇનલમાં થયેલા પરાજયનો બદલો લેવા વિશે વિચારી રહી નથી. ભારત આ સમયે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે અને ત્યાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે.
ઓકલેન્ડઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, તેની ટીમ ન્યૂઝીલેન્ડ સામે વિશ્વકપ સેમિફાઇનલમાં થયેલા પરાજયનો બદલો લેવા વિશે વિચારી રહી નથી. ભારત આ સમયે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે અને ત્યાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે જેની શરૂઆત શુક્રવારથી થઈ રહી છે. ન્યૂઝીલેન્ડે પાછલા વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપની સેમિફાઇનલમાં ભારતને પરાજય આપ્યો હતો.
મેચની પૂર્વ સંધ્યા પર કોહલીએ કહ્યું, 'અમે બદલા વિશે વિચારી રહ્યાં નથી. જો તમે તે વિશે વિચારો તો પણ આ લોકો એટલા સારા છે કે તમે બગલાના ઝોનમાં ન જઈ શકો.' કેપ્ટનને કહ્યું, 'તે માત્ર મેદાન પર પ્રતિસ્પર્ધા થવાની છે. આ તે ટીમ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાને સંભાળવાના ઉદાહરણ આપ્યા છે. વિશ્વ કપ ફાઇનલ માટે જ્યારે આ ટીમે ક્વોલિફાઇ કર્યું હતું તો અમે ખુશ થયા હતા. જ્યારે તમે હારો છો તો તમને મોટા પાયા પર વસ્તુઓ જોવી પડે છે.'
ભારતે બેંગલુરૂમાં રમાયેલી અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો અને આગામી દિવસે ન્યૂઝીલેન્ડ રવાના થયું હતું. કોહલીએ કહ્યું કે, કાર્યક્રમ થોડો સારો હોવો જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે અમે વિદેશ પ્રવાસ કરી રહ્યાં છીએ. કોહલીએ કહ્યું, 'સીધુ સ્ટેડિયમમાં જવું ખુબ ઝડપી થઈ રહ્યું છે. આ રીતે એવી જગ્યાએ જવું જે ભારતીય સમયાનુસાર સાડા સાત કલાક આગળ છે, તેની સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ થઈ જાય છે. આશા છે કે ભવિષ્યમાં તેના પર ધ્યાન આપવામાં આવશે.'
વ્યસ્ત કાર્યક્રમ પર બોલ્યો કોહલી- તે દિવસ દૂર નથી, જ્યારે પ્રેક્ટિસ વગર સીધી મેચ રમવી પડશે
તેણે કહ્યું, 'પરંતુ આ વિશ્વકપનું વર્ષ છે અને દરેક ટી20 મહત્વની છે. તેથી અમે અમારૂ ફોકસ ન ગુમાવી શકીએ.' કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે રાહુલ વનડેમાં નંબર-5 અને ટી20માં ટોપ ક્રમમાં બેટિંગ કરશે. તેણે કહ્યું, 'વનડેમાં અમે તે કરીશું જે રાજકોટમાં કર્યું હતું અને રાહુલ નંબર-5 પર રમશે. ટી-20માં વસ્તુ અલગ હોય છે તેથી રાહુલને ટોપ ક્રમમાં બેટિંગ કરવા દઈશું. તે વિકેટકીપિંગ અને બેટિંગ બંન્નેમાં સારૂ કરી રહ્યો છે. તેણે ટીમને સ્થિરતા આપી છે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube