દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ તરફથી કેસનો ખર્ચ વસુલવા માટે દાખલ કરેલી અરજી પર બુધવારે ચુકાદો આપ્યો હતો. પેનલે પાકિસ્તાને બીસીસીઆઈ તરફથી માંગેલા ખર્ચના 60 ટકા ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આઈસીસીએ દ્વિપક્ષીય સિરીઝ નહીં રમવા પર ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વળતરના દાવાને રદ્દ કરવાના એક મહિના બાદ આ નિર્દેશ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ દ્વિપક્ષીય ક્રિકેટને લઈને થયેલી સમજુતીનું સન્માન ન કરવા પર બીસીસીઆઈ વિરુદ્ધ વળતરનો દાવો કર્યો હતો, જેને આઈસીસીએ નકારી દીધો હતો. હવે એક મહિના બાદ આઈસીસીએ બંન્ને બોર્ડો માટે ખરચાની ચુકવણી નક્કી કરી દીધી છે. 


મહિલા ટીમના કોચ પદ માટે ગુરૂવારે કર્સ્ટન, ગિબ્સ અને પોવારનું ઈન્ટરવ્યૂ


આઈસીસીએ પોતાના નિર્ણયમાં કહ્યું, પેનલ પીસીબીને નુકસાન તથા વહીવટી ખર્ચ અને પેનલના ખર્ચના 60 ટકા બીસીસીઆઈને ચુકવવાનો આદેશ આપે છે.  પેનલનો આ નિર્ણય બંધનકારી છે. 



BBLમાં નવો પ્રયોગ જોઈને બધા ચોંકી ગયા, આમ થયો ટોસ, જુઓ VIDEO


બીજીતરફ પેનલ તરફથી બીસીસીઆઈને પણ વહીવટી ખર્ચ અને પેનલ ખર્ચના 40 ટકા ચુકવવાનું કહેવામાં આવ્યું છે. નિર્ણયમાં તે રકમનો ઉલ્લેખ નથી જેનો દાવો ભારતીય બોર્ડે કર્યો હતો. પીસીબીએ બીસીસીઆઈ પર આરોપ લગાવ્યો હતો કે, તેણે 2015થી 2023 સુધી 6 દ્વિપક્ષીય સિરીઝ રમવા સંબંધિત સમજીતી કરારનું સન્માન નથી કર્યું. ત્યારબાદ પીસીબીએ બીસીસીઆઈ પાસેથી 447 કરોડના વળતરની માગણી કરી હતી. આ કેસની સુનાવણી 1-3 ઓક્ટોબર વચ્ચે આઈસીસીના મુખ્યાલયમાં થઈ હતી.