નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝન અત્યારે ચાલું છે, પરંતુ 12મી સીઝનને લઈને ઘણા સવાલો થઈ રહ્યાં છે. તેની પાછળ છે વિશ્વકપ 2019નો કાર્યક્રમ. ઈંગ્લેન્ડમાં યોજાનારો આઈસીસી વિશ્વકપ આગામી વર્ષે 30 મેથી શરૂ થશે. આ વિશ્વકપમાં 10 ટીમો ભાગ લેશે. વિશ્વકપ આશરે દોઢ મહિનો 14 જુલાઈ સુધી ચાલશે. વિશ્વકપ 30 મેથી શરૂ થશે એટલે કે બીસીસીઆઈએ આગામી વર્ષે આઈપીએલ તેનાથી 15 દિવસ પહેલા શરૂ કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તમારા મનમાં સવાલ થશે કે વિશ્વકપ અને આઈપીએલને શું લેવાદેવા, કારણ કે બીસીસીઆઈએ આઈપીએલને માર્ચ અને એપ્રિલમાં યોજવાની યોજના બનાવી લીધી છે. પરંતુ પેચ અહીં ફસાયેલો છે. આગામી વર્ષે ચૂંટણીના હિસાબે મહત્વનું છે. બીસીસીઆઈએ કહ્યું કે, આગામી વર્ષે આઈપીએલ 29 માર્ચથી 19 મે વચ્ચે રમાશે. તેવામાં આઈપીએલની 12મી સીઝન ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં સ્થાળાંતરિત થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. પોતાનું નામ ન જાહેર કરવાની શરતે અધિકારીએ કહ્યું, લોકસભા ચૂંટણીને કારણે આગામી વર્ષે આઈપીએલનું આયોજન યૂએઈમાં થઈ શકે છે. 


2014માં પણ આઈપીએલના પ્રથમ બે સપ્તાહની મેચો યૂએઈમાં રમવાડવામાં આવી હતી. તે વર્ષે પણ એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીને કારણે બીસીસીઆઈએ લીગને દેશ બહાર લઈ જવી પડી હતી. અધિકારીએ કહ્યું, તેવી સંભાવના છે કે આઈપીએલના કેટલાક મેચ આ વખતે પણ સ્થાળાંતરિત કરવામાં આવે. આ લોકસભાની ચૂંટણીની તારીખો પર નિર્ભર કરશે. 


હવે આવ્યો બીસીસીઆઈનો જવાબ
આ મુદ્દા પર બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા એક મુદ્દો છે. અમે તેના પર અત્યારે નિર્ણય ન કરી શકીએ. જ્યારે ચૂંટણીપંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે, ત્યારબાદ અમે વિચારશું કે દેશમાં આઈપીએલ યોજાઈ શકે કે તેને બહાર લઈ જવામાં આવે. 


આ પહેલા પણ આઈપીએલ યોજાયો છે બહાર
2009માં સુરક્ષાના મુદ્દા પર પણ આઈપીએલનું આયોજન દેશ બહાર કરવામાં આવ્યું હતું. આ સમયે આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવ્યો હતો. પરંતુ આ ફ્રેન્ચાઈઝી માટે ગેરફાયદાનો સોદો સાબિત થયો હતો.