નવી દિલ્લી: ઈંગ્લેન્ડ સામે રવિવારે રમાયેલી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો. રોહિત શર્માએ જ્યારથી ભારતની કેપ્ટનશીપ સંભાળી છે. તેના પછી તેની આગેવાનીમાં આ પહેલો પરાજય છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે સતત 19 મેચ જીતી હતી જે એક રેકોર્ડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા રેકોર્ડથી ચૂક્યો:
રોહિત શર્મા વધુ એક રેકોર્ડની બરોબરી કરી શકે તેમ હતો. પરંતુ તે રેકોર્ડથી રોહિત ચૂકી ગયો. જો ત્રીજી ટી-20 મેચમાં ભારત જીતી ગયું હોત તો રોહિત શર્મા એક કેપ્ટન તરીકે સતત 20 મેચ જીતનારો લીડર બની જાત અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી લેત. માત્ર રોહિત શર્મા જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા માટે રિકી પોન્ટિંગના રેકોર્ડ અનેકવાર દિવાલ બની જાય છે. ભારત જ્યારે પણ આવા રેકોર્ડની પાસે પહોંચે છે, જ્યાં રિકી પોન્ટિંગ ટોપ પર છે, ત્યાં તેને હાર મળે છે કે પછી કોઈ ભારતીય પ્લેયર તેને પાર કરી શકતો નથી. તેના અનેક ઉદાહરણ તમારી સામે છે.

બ્રાની નીચે આવી પેન્ટી પહેરી રણબીર કપૂરને ચોંટી પડી આ અભિનેત્રી, આલિયાના ઉડી ગયા હોશ


ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદીનો રેકોર્ડ:
રિકી પોન્ટિંગ - 71 સદી
વિરાટ કોહલી - 70 સદી (છેલ્લા 30 મહિનાથી અહીંયા જ અટક્યો છે)


વન-ડેમાં સદીનો રેકોર્ડ:
રિકી પોન્ટિંગ - 30 સદી
રોહિત શર્મા - 29 સદી (છેલ્લાં એક વર્ષથી અહીંયા અટક્યો છે)


સૌથી વધારે મેન ઓફ ધ મેચ (કેપ્ટન તરીકે) :
રિકી પોન્ટિંગ - 28 વખત
વિરાટ કોહલી - 27 વખત (કેપ્ટનશીપમાંથી હટી ગયો)


કેપ્ટન તરીકે સૌથી વધુ જીત :
રિકી પોન્ટિંગ - 20 વખત
રોહિત શર્મા - 19 વખત (ઈંગ્લેન્ડ સામે પરાજયથી સિલસિલો તૂટ્યો)

એકદમ બોલ્ડ છે 'આશ્રમ'માં પોતું લગાવનાર આ અભિનેત્રી, શ્રગ ખોલી ફ્લોન્ટ કરી બિકિની

રોહિત શર્મા ઈતિહાસ રચતાં-રચતાં રહી ગયો:
રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તેના પછી તેણે જેટલી પણ મેચમાં કેપ્ટનશીપ કરી છે તે બધી મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. તેમાં ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી સિરીઝનો સમાવેશ થાય છે. પરંતુ ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-20 મેચમાં ટીમનો પરાજય થયો અને સતત જીતનો સિલસિલો અટકી ગયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube