મેલબોર્નઃ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને આગામી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મુખ્ય કોચ જસ્ટિન લેંગરની સાથે મળીને કામ કરશે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડમાં પાંચ વનડે અને એક ટી20 મેચની શ્રેણી રમવાની છે. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂના રિપોર્ટ પ્રમાણે, પોન્ટિંગ આ પહેલા બે વાર ઓસ્ટ્રેલિયાની ટી-2 ટીમનો સહાયક કોચ રહી ચૂક્યો છે. તે કોમેન્ટ્રીની સાથે સાથે પોતાના પદની જવાબદારી પણ સંભાળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેંગરને હાલમાં જ ડૈરેન લેહમનના રાજીનામા બાદ ટીમનો મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું તે, પોન્ટિંગના આવવાથી ખૂબ ખુશ છે. લેંગરે કહ્યું, રિકી રમતના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે પહેલાથી જ ઈંગ્લેન્ડમાં છે અને કોમેન્ટ્રીની જવાબદારી સંભાળી રહ્યો છે તો અમે વિચાર્યું તેને આ મહત્વની શ્રેણીમાં ટીમની સાથે સામેલ કરવામાં આવે. 


આ પૂર્વ બેટ્સમેને કહ્યું, અમે સાથે ક્રિકેટ રમ્યા છીએ અને કોચિંગ પણ કર્યું છે. છેલ્લા બે વર્ષથી તે પોતાના કામ અને બીબીએલને કારણે ઘણા ખેલાડીઓને સારી રીતે જાણે છે. તેમણે કહ્યું, રિકીને રમતની જાણકારી શાનદાર છે. અમે જાણીએ છીએ તેનો અનુભવ, જાણકારી અને નેતૃત્વ ક્ષમતા એક વિશ્વ વિજેતા ટીમ બનાવવાના માર્ગમાં મહત્વની સાબિત થશે. તેમાંથી તે બે વાર 2003 અને 2007નો કેપ્ટન પણ છે.