સિડની : દિગ્ગજ સ્પિનર શેન વોર્ને ભારત વિરૂદ્ધ યોજાનારી વન ડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની પસંદ કરાયેલી ટીમને હાસ્યાસ્પદ ગણાવી છે. આજે આ ટીમની જાહેરાત કરવામાં આવી છે પણ શેને કર્યું છે કે આ પસંદગી આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવી. શેનના આરોપ પ્રમાણે આ ટીમ સમજ્યા વિચાર્યા વગર પસંદ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમમાં આર્સી શોર્ટની પસંદગી ન થવા બદલે શેને કહ્યું છે કે ''મને વિશ્વાસ નથી થતો કે તેની પસંદગી નથી થઈ. તેણે શું ખોટું કર્યું છે એ મને નથી ખબર. તે બોલિંગ કરી શકે છે અને બેટિંગમાં ઓપનિંગ પણ કરી શકે છે. તે શાનદાર ફોર્મમાં છે અને એરોન ફિન્ચનો સારો જોડીદાર સાબિત થઈ શકે છે.''


નોંધનીય છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવતા અઠવાડિયાથી શરૂ થનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.  ત્રણ વન-ડે મેચોની ઇન્ટરનેશનલ સિરીઝ 12 જાન્યુઆરીથી શરૂ થવાની છે અને એ માટેની ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર પીટર સિડલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 34 વર્ષીય બોલરે 2010 પછી વન-ડે ટીમમાં કમબેક કર્યું છે. 


એરોન ફિન્ચની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઉસ્માન ખ્વાજા તેમજ નાથન લોયલ પણ રમશે. આ ખેલાડીઓને પણ કમબેકની તક મળી છે. ઓફ સ્પિનર લોયન આ સત્રની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ નહોતો રમી શક્યો જ્યારે ખ્વાજાએ પણ લગભગ બે વર્ષ પછી ટીમમાં કમબેક કર્યું છે. 


ટીમ ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડસકોમ્બ, ગ્લેન મેક્વેલ, માર્કસ સ્ટોઇનિશ, મિશેલ માર્શ, એલેક્સ કૈરી (વિકેટકીપર), જાઇ રિચર્ડસન, બિલી સ્ટૈનલેક, જેસન બેહરેનડોર્ફ, પીટર સિડલ, નાથન લોયન, એડમ જમ્પા


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...