રિષભ પંતને ટેસ્ટમાં આ માટે મળી તક, દ્રવિડે ગણાવી લાક્ષણિકતાઓ
હાલમાં સંપન્ન બ્રિટન પ્રવાસ દરમિયાન ભારત-એ તરફથી શાનદાર પ્રદર્શન બાદ પંતને પ્રથમવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ રિષભ પંતે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પોતાની આક્રમક બેટિંગથી તમામના દિલ જીત્યા છે. ભારત-એના કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે આ પ્રતિભાશાળી યુવા વિકેટકીપર બેટ્સમેનમાં લાંબા ફોર્મેટમાં તમામ પ્રકારની બેટિંગ કરવાની ક્ષમતા અને ઈદારો છે.
હાલમાં સંપન્ન બ્રિટન પ્રવાસ દરમિયાન ભારત-એ તરફથી શાનદાર પ્રદર્શન બાદ પંતને પ્રથમવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતે આ પ્રવાસમાં વેસ્ટઇન્ડિઝ-એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ચાર દિવસીય મેચમાં મહત્વના સમયે અડધી સદી ફટકારી હતી.
દ્રવિડે બીસીસીઆઈ.ટીવી દ્વારા કહ્યું, રિષભે દેખાડ્યું કે, તે અલગ-અલગ રીતથી બેટિંગ કરી સકે છે. તેની પાસે જુદા-જુદા અંદાજમાં બેટિંગ કરવાનો ઈરાદો અને આવડક છે.
પૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડ ભારતીય અન્ડર-19 ટીમમાં સામેલ રહેવા દરમિયાન પણ પંતના કોચ રહ્યાં છે અને તેની રમતથી માહિતગાર છે. પંત લાંબા ફોર્મેટમાં ઝડપથી રન બનાવવા સક્ષમ છે પરંતુ દ્રવિડ જે વસ્તુથી વધુ પ્રભાવિત છે તે છે તેની મેચ ઓળખવાની ક્ષમતા.
દ્રવિડે કહ્યું, તે હંમેશા આક્રમક ખેલાડી રહ્યો છે, પરંતુ લાલ બોલથી ક્રિકેટ રમતા સ્થિતિને ઓળખવી મહત્વપૂર્ણ છે. મને ખુશી છે કે, તેની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ છે અને મને લાગે છે કે, તે તેનો ફાયદો ઉઠાવશે.
તેમણે કહ્યું, ત્રણ-ચાર ઇનિંગ એવી હતી, ત્યાં તેણે દેખાડ્યું કે, તે જુદી રીતે બેટિંગ કરવા તૈયાર છે. આપણે બધા જાણીએ છીએ કે, તે કેમ બેટિંગ કરે છે. તેણે 2017-18 (2016-17) રણજી ટ્રોફી દરમિયાન 900થી વધુ રન બનાવ્યા અને તેની સ્ટ્રાઇક રેટ 100થી વધુ હતી. આઈપીએલમાં પણ આ પ્રકારની બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
દ્રવિડનો માનવું છે કે, બીસીસીઆઈએ ભારત-એ ટીમને શેડો પ્રવાસની જે રણનીતિ બનાવી છે તે શાનદાર છે. આ રાષ્ટ્રીય ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શેડો ટૂર અંતર્ગત પહેલા એ ટીમ તે દેશનો પ્રવાસ કરે છે જ્યાં સીનિયર ટીમે રમવાનું છે અને તેવામાં બીજા દરજ્જાની ટીમની પણ તૈયારી થાય છે જે મુશ્કેલ સમયમાં ફાયદાકારક થઈ શકે છે.