રિષભ પંતે રોહિત શર્માને પાછળ છોડીને બનાવ્યો આ રેકોર્ડ, બન્યો ભારતનો પ્રથમ ખેલાડી
India vs West Indies ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હાલના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને એમએસ ધોનીનો ઉત્તરાધિકારી ગણાવવામાં આવ્યો છે. રિષભ પંત પણ ધોનીના પગલા પર ચાલવા માટે મહેનત કરી રહ્યો છે. રિષભ પંતને જ્યારે તક મળે છે તો તે સારી ઈનિંગ અને સારી વિકેટકીપિંગ કરીને તમામનું દિલ જીતી લે છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ બે મેચ ફ્લોરિડામાં રમાઇ હતી, તેમાં રિષભ પંત ફ્લોપ રહ્યો હતો. પરંતુ પંતે ગયાનામાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં અણનમ અડધી સદી ફટકારી હતી. હજુ ટેસ્ટ અને વનડે સિરીઝ બાકી છે, જેમાં પંતે કમાલ કરવો પડશે.
ખાસ વાત તે રહી કે રિષભ પંત પોતાના ગુરૂ એટલે કે એમએસ ધોની (મેચ ફિનિશર)ની જેમ અણનમ પરત ફર્યો હતો. નંહર ચાર પર આવેલા રિષભ પંત છગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને સાત વિકેટે જીત અપાવી અને પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની બીજી અડધી સદી ફટકારતા નવો ઈતિહાસ રચી દીધો છે.
હકીકતમાં, 21 વર્ષ અને આશરે 10 મહિનાની ઉંમરમાં રિષભ પંત પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 17 મેચોમાં 2 અડધી સદી ફટકારી છે. રિષભ પંત પહેલા કોઈપણ ભારતીય ખેલાડી આ ફોર્મેટમાં 22 વર્ષથી નાની ઉંમરમાં બે અડધી સદી ફટકારી શક્યો નથી.
Cricket: પાકિસ્તાન કોચિંગ સ્ટાફની હકાલપટ્ટી, આર્થર, ફ્લાવર, મહમૂદને હટાવાયા
રિષભ પંત બાદ આ મામલામાં રોહિત શર્મા અને રોબિન ઉથપ્પાનું નામ છે, જે 22 વર્ષથી ઓછી ઉંમરમાં ટીમ ઈન્ડિયા માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક-એક અડધી સદી ફટકારી શક્યા છે. એટલું જ નહીં, રિષભ પંત વિકેટકીપર બેટ્સમેન તરીકે ભારત તરફથી એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.
રિષભ પંતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અણનમ 65 રન બનાવી એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે, જેણે ભારત તરફથી વિકેટકીપર બેટ્સમેન તરીકે એક ઈનિંગમાં 56 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે ધોની પણ 22 વર્ષથી નાની ઉંમરમાં પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારી શક્યો નહતો.
તમને જણાવી દઈએ કે ધોનીએ ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ 17 ઈનિંગમાં 301 રન બનાવ્યા હતા, જેમાં એકપણ અડધી સામેલ નથી. રિષભ પંતે પોતાની 18 મેચોની 17 ઈનિંગમાં 302 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે. પરંતુ તે અત્યાર સુધી બે વખત ગોલ્ડન ડકનો શિકાર થઈ ચુક્યો છે, તો ધોની પોતાના કરિયરમાં એકવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.