નવી દિલ્હીઃ ભારતની પ્રથમ વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે, રિષભ પંત પ્રતિભાશાળી ક્રિકેટર છે પરંતુ તેની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે ન કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપરના રૂપમાં ભારતની પ્રથમ પસંદ રિષભ પંત ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવવાની દાવેદારી રજૂ કરી રહ્યો છે. ટીમની પસંદગી આ મહિને કરવામાં આવશે. 


વિશ્વ કપ 1983 જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલે કહ્યું, 'તમે ક્યારેય કોઈની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે ન કરી શકો.' કોઈપણ ક્યારેય ધોનીના સ્તરના ખેલાડીની જગ્યા ન લઈ શકે. પંત પ્રતિભાશાળી ખેલાડી છે અને ધોનીની સાથે તેની તુલના કરીને આપણે તેને દબાવમાં ન નાખવો જોઈએ. 


કપિલે ખેલાડીઓ પર કાર્યભારના મુદ્દાને પણ વધુ મહત્વ ન આપ્યું. તેમણે કહ્યું, આપણા બધા પર કામનો ભાર છે. આપણે તેને મોટો મુદ્દે બનાવી રહ્યાં છીએ. કામનો ભાર શું છે? મહેનત કરવાની છે ને? શું તમે મહેનત પણ નહીં કરો?


સમય  હાથમાંથી નિકળી રહ્યો છે, હવે RCBએ તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ બોલિંગ કોચ નેહરા

કપિલ દેવની આગેવાનીવાળી ટીમમાં તેમના સિવાય મોહિન્દર અમરનાથ, મદન લાલ અને રોજર બિન્ની જેવા ઓલરાઉન્ડર હતા. હાલની ટીમના ઓલરાઉન્ડરો હાર્દિક પંડ્યા અને વિજય શંકરની બોલિંગ મજબૂત નથી. પરંતુ, કપિલ દેવે ટીક્કા કરવાનો ઇનકાર કર્યો હતો. 


તેમણે કહ્યું, 'વિશ્વ કપ જીતવો દુકાનથી મિઠાઈ ખરીદવા સમાન નથી.' આ એક મિશન છે અને આ સમયે હું ટીમની ખેંચતાણ કરનાર આલોચક બનવા ઈચ્છતો નથી. હું નબળા પાસાંને નિશાન બનાવવાના સ્થાને મજબૂત પાસાં પર ધ્યાન આપીશ. 


મલેશિયા ઓપનઃ સિંધુ અને શ્રીકાંતે બીજા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન 


કપિલે કહ્યું, વિશ્વ કપ ચાર વર્ષની યોજનાનું સમાપન છે. મને વિશ્વાસ છે કે આપણી પસંદગી સમિતિએ ખેલાડીઓના યોગ્ય સમૂહની પસંદગી કરી છે. હવે તે ખેલાડીઓ પર નિર્ભર કરે છે કે, તે યોજનાને જમીન પર ઉતારે. આ પ્રકારની ટૂર્નામેન્ટમાં થોડા ભાગ્યની પણ જરૂર હોય છે.