નવી દિલ્હીઃ સ્વિમિંગના ઓલમ્પિક ચેમ્પિયન અને મિસ્ટર સ્વિમરના નામથી જાણીતા માઇકલ ફેલ્પ્સ હાલમાં ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સનો મુખ્ય અતિથી બન્યો હતો. આ સ્થિતિમાં તે કોટલા પર રમાયેલા દિલ્હીના આ સિઝનનો પ્રથમ મેચ જોયો અને આ ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ, કહેવાય છે કે અતિથી જ્યારે આવે છે તો કંઇક લઈને પણ જાઇ છે. માઇકલ ફેલ્પસને દિલ્હી તરફથી ભેટ તરીકે ક્રિકેટનો કક્કો ક, ખ, ગ જણાવવામાં આવ્યો. દિલ્હી ફ્રેન્ચાઈઝી તરપથી ફેલ્પ્સને બેટિંગના નિયમ જણાવવાની જવાબદારી વિસ્ફોટક રિષભ પંતને સોંપવામાં આવી હતી. પછી શું હતું રિષભ પંતે તેને 5 મિનિટની અંદર બેટિંગનું તમામ જ્ઞાન આપી દીધું. 



વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેમ પંત ફેલ્પ્સને તે જણાવી રહ્યાં છે કે, બેટ કેમ પકડવાનું છે. માથુ કેમ રાખવાનું છે અને કેમ બોલને ફટકારવાનો છે. પંત પાસેથી બેટિંગનું જ્ઞાન લીધા બાદ ફેલ્પ્સે તેના પર પ્રેક્ટિસ પણ કરી હતી. મહત્વનું છે કે, 33 વર્ષનો ફેલ્પ્સ અમેરિકી સ્વિમર છે. તેના નામે ઓલમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ છે. તે એક પ્રચાર કાર્યક્રમ માટે દિલ્હી આવ્યો હતો.