નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે કહ્યું કે, રિષભ પંત પર દબાવ ન બનાવી તેની માનસિકતાને સમજીને તેની પાસે સર્વશ્રેષ્ઠ કઢાવવાની જરૂર છે. પંતનું નિર્ધારિત ઓવરોમાં હાલનું પ્રદર્શન જોતા તેના પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. પંતને શરૂઆતમાં ધોનીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ તેની બિનજવાબદારી બેટિંગે ટીમની ચિંતાઓને વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વ કપ માટે પંતનું ટીમમાં રહેવા પર પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા યુવરાજે કહ્યું કે, તે પંતની ટીકા કરવા ઈચ્છતો નથી. તેણે કહ્યું, 'કોઈએ તેની સાથે વાત કરવાની જરૂર છે.'


આ પૂર્વ બેટ્સમેને કહ્યું, 'તમારે તેની માનસિકતાને સમજવી પડશે અને તેની સાથે કામ કરવું પડશે. જો તમે તેની પર દબાવ બનાવશો, તો તમે તેની પાસે સર્વશ્રેષ્ઠ કઢાવી શકશો નહીં.'


સિંધુને મોટો ઝટકો, કોરિયન બેડમિન્ટન કોચે છોડ્યો ભારતનો સાથ


યુવરાજ પ્રમાણે, 'હા, તેને ઘણી તક મળી, પરંતુ સવાલ છે કે તમે કઈ રીતે તેનું સર્વશ્રેષ્ઠ કઢાવી શકો છો. જે લોકો ટીમમાં તેને જોઈ રહ્યાં છે- કોચ, કેપ્ટન આ લોકો ઘણું અંતર પેદા કરી શકે છે.' ઉલ્લેખનીય છે કે પંત જે રીતે પોતાની વિકેટ ફેંકી કેટલિક મેચોમાં આઉટ થયો છે, તેથી તેના પરિપક્વતા નિશાન પર આવી ગઈ છે.