સાઉથમ્પ્ટનમઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથમ્પ્ટનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં એક શર્મજનક રેકોર્ડ બનાવ્યો છે જે કોઈ બેટ્સમેન પોતાના નામે કરવા ઈચ્છશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલા પંતે 29 બોલનો સામનો કર્યો પરંતુ તે પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યો અને આઉટ થઈ ગયો હતો. પંત 47 મિનિટ સુધીનો સમય ક્રિઝ પર વિતાવ્યો હતો. 


રિષભ પંચે એક ટેસ્ટમાં સૌથી વધુ બોલનો સામનો કર્યા બાદ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થવાની સાથે ઇરફાન પઠાણ અને સુરેશ રૈનાની બરોબરી કરી લીધી છે. ઇરફાન પઠાણે વર્ષ 2005માં પાકિસ્તાન વિરુદ્ધ બેંગલુરૂ ટેસ્ટમાં 29 બોલનો સામનો કર્યા બાદ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. 


ત્યારબાદ વર્ષ 2011માં સુરેશ રૈનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લંડનના ઓવલ મેદાન પર આ કારનામું કર્યું હતું. પરંતુ હવે આ યાદીમાં પંતે પણ પોતાનું નામ નોંધાવી દીધું છે. 


સૌથી વધુ બોલનો સામનો કરી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થનારા ભારતીય


બોલ    ખેલાડી    વિરુદ્ધ    જગ્યા    વર્ષ


29    ઇરફાન પઠાણ    પાકિસ્તાન    બેંગલુરૂ    2004/05


29    સુરેશ રૈના    ઈંગ્લેન્ડ    ધ ઓવલ    2011


29    રિષભ પંત    ઈંગ્લેન્ડ    સાઉથમ્પ્ટનમ    2018


28    મુનાફ પટેલ    વેસ્ટઈન્ડિઝ    સેન્ટ જોર્જ    2005/06


25    સંજય માંજરેકર  સાઉથ આફ્રિકા ડરબન    1992/93