MS Dhoni Chennai SuperKings IPL 2025: આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાનું છે. આ વર્ષે ડિસેમ્બરમાં મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે. આઈપીએલ 2022 બાદ પ્રથમવાર મેગા ઓક્શનનું આયોજન થશે. તો બધાની નજર ચોક્કસપણે ચેન્નઈ સુપર કિંગ્સ પર હશે અને ત્યાં શું ફેરફાર થશે. સૌથી મોટો સવાલ એમએસ ધોની વિશે હશે. શું તે આગામી સીઝનમાં રમશે? 2024ની સીઝનમાં ધોનીએ કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ ગાયકવાડે ટીમની કમાન સંભાળી હતી. હવે આગામી સીઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવૃત્તિ લઈ શકે છે ધોની
સૌથી મોટી સંભાવના છે કે ધોની અંતે વર્ષોની અટકળો બાદ આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ શકે છે. એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે ધોનીને ચેન્નઈ દ્વારા રિટેન કરવામાં આવી શકે છે. આઈપીએલમાં એક નિયમની વાપસી થવાની છે. કોઈ ખેલાડી નિવૃત્તિના પાંચ વર્ષ બાદ અનકેપ્ડ પ્લેયરના રૂપમાં ઉતરી શકે છે. પરંતુ રિપોર્ટ્સથી વિપરીત ચેન્નઈનો પૂર્વ કેપ્ટન ધોની સંન્યાસ લઈ શકે છે.


દિલ્હી કેપિટલ્સથી અલગ થઈ શકે છે પંત
જો ધોની નિવૃત્ત થાય તો ચેન્નઈને ચોક્કસપણે એક વિકેટકીપર-બેટરની જરૂર પડશે. આઈપીએલ 2025 હરાજીમાં ચેન્નઈને મળનાર સૌથી સારૂ રિપ્લેસમેન્ટ રિષભ પંત હોી શકે છે. તે ધોનીની જગ્યા લેવા સૌથી ઉપયોગી છે. તેવા રિપોર્ટ્સ આવ્યા છે કે રિષભ પંતને દિલ્હી દ્વારા રિલીઝ કરવામાં આવી શકે છે. રિકી પોન્ટિંગની વિદાય બાદ હવે પંતની વિદાય થાય તેમ લાગી રહ્યું છે. 


ઋતુરાજ ગાયકવાડ પાસે નહીં રહે કમાન?
જો પંત એમએસ ધોનીનું સ્થાન લે તો ચેન્નઈ કેપ્ટનશિપમાં પણ ફેરફાર વિશે વિચારી શકે છે. ગાયકવાડને આઈપીએલ 2024 દરમિયાન ટીમની કમાન સોંપવામાં આવી હતી. ટીમ આ સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચી શકી નહીં. તેવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે જો પંતને જોડવામાં સામેલ રહે તો ચેન્નઈ સુપર કિંગ્સ તેને કેપ્ટન પણ બનાવી શકે છે.