વિશાખાપટ્ટનમ: ઈન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)માં દિલ્હી માટે ટાકણે જ ઋષભ પંતે કમાલ કરી બતાવ્યો અને એલિમિનેટર મેચમાં હૈદરાબાદ સામે ટીમને જીતના દરવાજે લાવીને મૂકી દઈ પેવેલિયન ભેગો થયો. દિલ્હીની બે વિકેટથી થયેલી જીતમાં પંતની મહત્વની ભૂમિકા રહી. પંતે કહ્યું કે જ્યારે તેઓ તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે તો તેમને કોઈ જ ફરક નથી પડતો કે બોલિંગ કોણ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંતની તોફાની ઈનિંગ જોઈને ઋષિ કપૂરે શાસ્ત્રી-કોહલીને લીધા આડે હાથ, પૂછ્યો વેધક સવાલ 


દિલ્હીની જીત પંતે સરળ કરી નાખી
પંતે 21 બોલમાં 49 રનની ઈનિંગ ખેલી જેમાં 5 છગ્ગા માર્યા. જેનાથી દિલ્હીની હૈદરાબાદ સામે જીત સરળ બની ગઈ અને છેલ્લી ઓવરમાં થોડાઘણા સંઘર્ષ થવા છતાં ટીમ જીત મેળવવામાં સફળ રહી. મેન ઓફ ધ મેચ રહેલા પંતે મેચ બાદ કહ્યું કે, "ટી20માં તમારે 20 બોલમાં 40 કે પછી તેનાથી વધુ રન બનાવવાની જરૂર હોય છે, પછી તમારે એક બોલર વિરુદ્ધ આક્રમણ કરવાનું હોય છે. બોલિંગ કોણ કરે છે તે હું જોતો નથી."


આ ઈનિંગમાં પંતે કર્યું હતું આ અલગ પ્રકારનું કામ
પંતે એ પણ જણાવ્યું કે તેની ઈનિંગમાં આ વખતે છેલ્લી ઈનિંગ્સની સરખામણીમાં શું અંતર રહ્યું. તેણે કહ્યું કે, "હવે તે મારી આદતમાં સામેલ થઈ ગયું છે. અને આથી અમે આટલો વધારે અભ્યાસ કરીએ છીએ. આ વખતે તે વિશેષ રહ્યું કારણ કે મેં બોલને વધુ જોરથી હિટ કરવાનો પ્રયત્ન ન કર્યો. હું ફક્ત બોલને જોઈ રહ્યો હતો અને યોગ્ય સમયે હિટ કરવાની કોશિશ કરી રહ્યો હતો." પંતે આ અગાઉ રાજસ્થાન વિરુદ્ધ હાફ સેન્ચ્યુરી મારી હતી. 


જુઓ LIVE TV


સ્પોર્ટ્સના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...