નવી દિલ્હીઃ રિષભ પંતની ક્રિકેટના મેદાનમાં વાપસી ક્યારે થશે. આ વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. ભારતીય વિકેટકીપર બેટરનો ડિસેમ્બરમાં ગંભીર અકસ્માત થયો હતો. ત્યારબાદ તે સાજો થઈ રહ્યો છે. પંત હાલમાં અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંત વિશે નવી જાણકારી સામે આવી રહી છે કે તે સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ અને આ વર્ષે ભારતમાં રમાનાર વિશ્વકપમાં પણ રમી શકશે નહીં. ક્રિકબઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો પંત જલદી મેદાન પર વાપસી કરવા ઈચ્છશે તો તે જાન્યુઆરી સુધી ફિટ થઈ જશે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે પંતના નજીકના વ્યક્તિએ જાણકારી આપી છે કે વિકેટકીપરને કોઈપણ સહારા વગર ચાલવામાં કેટલાક સપ્તાહ લાગશે. 


આ પણ વાંચોઃ રિંકુએ જેની ઓવરમાં 5 છગ્ગા માર્યા હતા તે GT ખેલાડી પર શોકિંગ ખુલાસો, જાણીને રડી પડશો


બીસીસીઆઈએ પહેલાં કહ્યું હતું- રિષભ પંતની રિકવરી પ્રક્રિયામાં દરેક વસ્તુ કરવામાં આવી રહી છે. તેને આ દરમિયાન જે સમર્થન જોઈએ, તે આપવામાં આવી રહ્યું છે. પંતે જાન્યુઆરીમાં લિગામેન્ટ ટિયરની સર્જરી કરાવી હતી. એવો રિપોર્ટ્સ છે કે પંતે બીજીવાર સર્જરી કરાવવી પડશે. 


નોંધનીય છે કે રિષભ પંતની ગેરહાજરીમાં કેએસ ભરતે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે, જ્યારે સીમિત ઓવર ક્રિકેટમાં કેએલ રાહુલ આ જવાબદારી સંભાળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં કેએસ ભરતને વિકેટકીપરના રૂપમાં સામેલ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube