Rishabh Pant: દિલ્હી કેપિટલ્સ અને રિષભ પંત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 22 માર્ચથી શરૂ થઈ રહેલ આગામી આઈપીએલ સીઝન પહેલા રિષભ પંતને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. NCA તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળવાનો અર્થ છે કે પંત આઈપીએલ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નોંધનીય છે કે પંત ડિસેમ્બર 2022માં થયેલા કાર અકસ્માત બાદ ક્રિકેટ રમ્યો નથી. પરંતુ હવે ફેન્સ માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. પંત જલ્દી એક્શનમાં જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCA એ આપ્યું ફિટનેસ સર્ટિફિકેટ
મીડિયા રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે એપ્રિલ મહિનાથી NCA માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પંતને નેશનલ ક્રિકેટ એકેડમીએ ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું છે. રિપોર્ટ્સમાં તે પણ સામે આવ્યું છે કે તેણે બે-ત્રણ દિવસ પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી છોડી દીધી છે. હવે તે જલ્દી દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાવાનો છે. પરંતુ આગામી આઈપીએલમાં રમવાને લઈને પંતની ફ્રેન્ચાઇઝીએ હજુ પુષ્ટિ કરી નથી.


આ પણ વાંચોઃ બજરંગ પુનિયા અને રવિ દહિયા પેરિસ ઓલિમ્પિકની રેસમાંથી બહાર, ટ્રાયલ્સમાં થયો પરાજય


તાજેતરમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો
રિષભ પંતે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે બેટિંગ અને કીપિંગનો અભ્યાસ કરતો જોવા મળી રહ્યો હતો. આ પહેલા તેણે પોતાની ફિટનેસને લઈને સતત ફેન્સને અપડેટ આપ્યું હતું. તે પોતાની રિકવરી પર ધ્યાન આપી રહ્યો હતો. ફેન્સ પણ પંત મેદાનમાં વાપસી કરે તેની રાહ જોઈ રહ્યાં છે. આઈપીએલ 2024ના મિની ઓક્શનમાં પંત ફ્રેન્ચાઇઝી સાથે જોવા મળ્યો હતો. 


23 માર્ચે દિલ્હીની પ્રથમ મેચ
આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સની ટીમ 23 માર્ચે પોતાના અભિયાનની શરૂઆત કરશે. સીઝનની ઓપનિંગ મેચમાં દિલ્હીનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે. ત્યાકબાદ બીજી મેચ 28 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હીની ટીમ જયપુરમાં રમશે. ત્રીજી મેચ દિલ્હી કેપિટલ્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે વાઇઝેગમાં  રમશે. તો ચોથી મેચમાં દિલ્હી 3 એપ્રિલે કોલકત્તા સામે ઉતરશે. દિલ્હીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચમી મેચ રમવાની છે.