નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ન ક્રિકેટના પંડિતના રૂપમાં પોતાની વિચિત્ર ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી સિરીઝ પહેતા તે ભારતીય ટીમ માટે એક રસપ્રદ સૂચન લઈને આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્નનું કહેવું છે કે, વિશ્વકપમાં રોહિત શર્માની સાથે રિષભ પંત પાસે ઈનિંગનો પ્રારંભ કરાવવો જોઈએ. પંતને એક બે મેચોમાં આ નવી ભૂમિકા આપીને જોવું જોઈએ તે કેવુ રમે છે. વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આ પ્રયોગ કરી શકાય છે. 


49 વર્ષના વોર્ને શિખર ધવન વિશે કહ્યું કે, તેની બીજી જગ્યાએ બેટિંગ કરાવી શકાય છે. ભારતની પાસે ઘણા ખેલાડી છે, જે વિભિન્ન ભૂમિકામાં પોતાને ઉપયોગી સાબિત થઈ શકે છે. 


વિકેટકીપરના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોની હજુ નિર્ધારિત ઓવરોમાં ટીમની પ્રથમ પસંદ છે. વોર્નનું માનવું છે કે, ધોની અને પંત બંન્નેને એક સાથે ટીમમાં રમાડી શકાય છે. પંતને નિષ્ણાંત બેટ્સમેનના રૂપમાં ઉતારી શકાય છે. 


વોર્નને કહ્યું કે, રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ વિશ્વકપમાં રિષભ પંતને ઓપનિંગમાં ઉતારીને પોતાની વિરોધી ટીમને ચોંકાવી શકે છે. 


વોર્નનું આ સૂચન શિખર ધવન માટે ઝટકો હોય શકે છે, જે છેલ્લી બે મહત્વની ટૂર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી-2017 અને એશિયા કપ) દરમિયાન લયમાં હતો.