Rishabh Pant: આ શું? ઋષભ પંતે મધરાતે એક એવી પોસ્ટ શેર કરી....ક્રિકેટ જગતમાં મચી ગયો ખળભળાટ
આઈપીએલ 2025 ઓક્શન પહેલા ઋષભ પંતે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેની આ પોસ્ટ ખુબ ચર્ચામાં છે. જાણો તેણે શું કહ્યું.
આઈપીએલ 2025 ઓક્શન અંગે અનેક અપડેટ સામે આવી છે. ફ્રેન્ચાઈઝીઓ કયા ખેલાડીઓને રિટેન કરવાના મૂડમાં છે એ કઈક હદે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પર આઈપીએલ હરાજીને લઈને ઉત્સુક છે. પંતે મધરાતે એક પોસ્ટ શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. જેમાં તેણે આઈપીએલ હરાજીને લઈને ફેન્સ પાસેથી જવાબ માંગ્યા છે.
પંતની પોસ્ટે મચાવી ધમાલ
એવું કહેવાય છે કે નવેમ્બર કે ડિસેમ્બરમાં આઈપીએલ 2025 માટે મેગા ઓક્શનની તૈયારી કરાશે. આવામાં તમામ ખેલાડીઓના હ્રદયના ધબકારા પણ વધી રહ્યા છે. જો કે પંતે આ બધા વચ્ચે મધરાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. જેમં તેણે લખ્યું કે જો હું હરાજીમાં જઉ તો શું હું વેચાઈશ કે નહીં, જો વેચાઈશ તો કેટલામાં? પંતે સવાલ પોતાના ફેન્સને પૂછ્યો છે. અત્રે જણાવવાનું કે પંત હાલ દિલ્હી કેપિટલન્સનો ભાગ છે. પરંતુ ઓક્શનની બરાબર પહેલા પંતે આવો સવાલ પૂછીને ખળભળાટ મચાવ્યો છે.
શું કોઈ અન્ય ટીમ માટે વિચારે છે પંત?
અનેક મીડિયા રિપોર્ટસમાં એવો દાવો થઈ ચૂક્યો છે કે પંત દિલ્હી કેપિટલ્સનો સાથ છોડી શકે છે અને સીએસકેની ટીમમાં સામેલ થઈ શકે છે. એમએસ ધોની અને તેની વચ્ચે વધતી નીકટતાના કારણે એવી અટકળો થઈ રહી હતી. હાલ દિલ્હી તેને રિટેન કરે છે કે પછી રિલીઝ તે તો આવનારો સમય કહેશે. પરંતુ હાલ પંતે શાનદાર વાપસી કરી છે.
પંતની શાનદાર વાપસી
ડિસેમ્બર 2022માં ઋષભ પંતની કારનો અકસ્માત થયો હતો. તે દિલ્હીથી પોતાના ઘર ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. ડિવાઈડર સાથે અથડાવવાના કારણે પંત અકસ્માતનો ભોગ બન્યો અને 14 મહિના તે ક્રિકેટથી દૂર રહ્યો. સતત બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર ધ્યાન રાખી રહી હતી. સફળ ઈલાજ બાદ તે આઈપીએલ 2024 દ્વારા ક્રિકેટના મેદાન પર વાપસી કરતો જોવા મળ્યો. હાલ પંત ભારતીય ટીમમાં પણ વાપસી કરી ચૂક્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ તેણે સારું પરફોર્મ કર્યું હતું.