Rishabh Pant: દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ચાલુ IPL એ ઋષભ પંતની ટીમમાં થઈ એન્ટ્રી!
Delhi Capital: દિલ્હી કેપિટલ્સના નિયમિત કેપ્ટન ઋષભ પંત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તે આઈપીએલ 2023 હાલ ચાલુ છે અને આ બધા વચ્ચે તે સ્ટેડિયમમાં ફેન્સને જોવા મળશે.
IPL 2023 Rishabh Pant: આઈપીએલ 2023 શરૂ થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ સામે હતી. ટીમના નિયમિત કેપ્ટન ઋષભ પંતનો ગત વર્ષે કાર અકસ્માત થયો હતો. આ ઘટનાના કારણે ઋષભ આઈપીએલની આ વખતની સીઝનમાંથી બહાર થઈ ગયો અને હાલ ડેવિડ વોર્નલ દિલ્હીની કેપ્ટનશીપ સંભાળે છે. આ બધા વચ્ચે ઋષભ પંતના ચાહકો માટે મોટા ખુશખબર આવ્યા છે. તે દિલ્હી કેપિટલ્સની આગામી મેચ દરમિયાન ફેન્સ વચ્ચે મેદાન પર જોવા મળશે.
ઋષભ પંતના ચાહકો માટે મોટા ખુશખબર
દિલ્હી કેપિટલ્સ પોાતની આગામી મેચ આવતી કાલે 4થી એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ મેચમાં ઋષભ પંત પણ જોવા મળશે. જો કે ઋષભ પંત આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં દિલ્હીને સપોર્ટ કરતો જોવા મળશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને આ વાતની પુષ્ટિ પણ કરી છે કે ઋષભ પંત અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ દરમિયાન હાજર રહેશે.
ઓલ્ડ રિઝિમ અથવા કે ન્યૂ રીઝિમ કરશો પસંદ? ક્યાં છે ફાયદો અને નુક્સાન, જાણી લો A TO Z
કારનો ઈન્સ્યોરન્સ કરાવવામાં આ બાબતોનો રાખો ખ્યાલ, નહીં તો માથે હાથ દેવાનો આવશે વારો
2 વર્ષ સુધી આ રાશિના લોકો પર મહેરબાન રહેશે શનિ, ચારેકોરથી પૈસાનો થશે વરસાદ!
અત્ર જણાવવાનું કે દિલ્હી અને લખનઉ વચ્ચે રમાયેલી પહેલી મેચ દરમિયાન ઋષભ પંતની હાજરીનો અહેસાસ કરાવવા માટે ટીમે ઋષભ પંતની 17 નંબરવાળી જર્સીને ડગઆઉટમાં લટકાવી હતી. આઈપીએલ 2023ની શરૂઆત પહેલા જ દિલ્હીની ટીમે સ્પષ્ટ કર્યું હતું કે પંતની જર્સી સમગ્ર સીઝન દરમિયાન તેમની સાથે રહેશે. બીજી બાજુ ટીમના કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે તેઓ ટીમનું મનોબળ વધારવા માટે ઋષભ પંતને સ્ટેડિયમમાં લાવવાની કોશિશ કરશે. ટીમના કોચિંગ સ્ટાફ અને ઓનર પણ પોતાના નિયમિત કેપ્ટનને મિસ કરી રહ્યા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube