નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંત આ વર્ષની શરૂઆત પહેલા એક રોડ અકસ્માતમાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ પંત રમતના મેદાનથી દૂર છે. આશા કરવામાં આવી રહી હતી કે પંત વર્લ્ડકપ 2023 સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. પરંતુ હવે પંતને લઈને એક મોટુ અપડેટ સામે આવ્યું છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે પંત વિશ્વકપ રમી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંતને લઈને સામે આવી માહિતી
દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ના ડાયરેક્ટર શ્યામ વર્માએ કહ્યુ કે રિષભ પંત બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) માં ચાલી રહેલા રિહેબ પર સંપૂર્ણ રીતે ફોકસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે એવી આશા કરી શકાય કે આ વર્ષે વનડે વિશ્વકપ પૂર્ણ થયા બાદ રિષભ પંતને સંપૂર્ણ ફિટ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે ઈજાને કારણે રિષભ પંત ભારત માટે વિશ્વકપ 2023 રમી શકશે નહીં. 


આ પણ વાંચોઃ પાકિસ્તાન ટીમનું ભારતમાં વિશ્વકપ રમવા પર સસ્પેન્સ વધ્યું, PM શરીફે લીધો આ નિર્ણય


સંપૂર્ણ રીતે ફિટ થવામાં લાગશે સમય
બેંગલુરૂમાં એનસીએમાં પંત સાથે મુલાકાત બાદ શર્માએ આઈએએનએસને કહ્યું કે રિષભ પંત સારી પ્રગતિ કરી રહ્યો છે. તે પર્યાપ્ત રૂપથી પ્રતિક્રિયા આપી રહ્યો છે. વનડે વિશ્વકપ (ઓક્ટોબર-નવેમ્બર) યોજાયા બાદ તે (ફિટનેસના મામલામાં) ઠીક થઈ શકે છે અને સંપૂર્ણ ફિટ જાહેર થયા બાદ જ (એનસીએ) બહાર આવશે. 4 જાન્યુઆરીએ પંતને મુંબઈના અંધેરી પશ્ચિમમાં કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં ઘુંટણની સર્જરી અને ઈજાની સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યો હતો. 


સારી રિકવરી કરી રહ્યો છે પંત
તેમણે જણાવ્યું કે એનસીએમાં પંતનું રિહેબ સારી રીતે થઈ રહ્યું છે. તે ખુબ એક્સરસાઇઝ પણ કરી રહ્યો છે. હું એનસીએમાં લગભગ અડધો કલાક હતો. તેને ચાલવા, સીઢીઓ ચઢવા સંબંધિત કસરત કરાવવામાં આવી રહી છે અને તે માટી કે ઘાસ પર પણ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે એનસીએમાં ફિઝિયો એસ રજનીકાંત અને તુલસી રામ યુવરાજ પંતની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube