કોલકત્તાઃ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રિષભ પંતને વિશ્વ કપમાં જનારી ભારતીય ટીમમાં જગ્યા ન મળવી નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ આ 21 વર્ષનો ખેલાડી ઘણા વિશ્વ કપ રમશે અને ઓછામાં ઓછા 15 વર્ષો સુધી રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરશે. બીજા વિકેટકીપરના વિકલ્પ તરીકે રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને વિશ્વ કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીએ એક કાર્યક્રમના સાઇડમાં કહ્યું, ધોની હંમેશા રમશે નહીં. દિનેશ કાર્તિક પણ હંમેશા રમશે નહીં. રિષભ આગામી સારો વિકેટકીપર છે. ચોક્કસપણે રિષભ ભવિષ્ય છે. તેમણે કહ્યું, તેની પાસે 15-16 વર્ષ છે. મને નથી લાગતું કે આ મોટો ઝટકો છે. મને નથી લાગતું કે આ એક સમસ્યા છે. તે ભલે આ વિશ્વ કપમાં નહીં રમે પરંતુ બાકી અન્ય વિશ્વ કપમાં રમશે. તેના માટે બધુ સમાપ્ત થયું નથી. 



ટીમ ઈન્ડિયા સંતુલિત, વિશ્વકપના હાઈ સ્કોરિંગ મેચો માટે તૈયારઃ દ્રવિડ


પરંતુ દાદા માને છે કે 30 મેથી શરૂ થતાં વિશ્વ કપ માટે વિશ્વ કપ માટે આ યોગ્ય સંતુલિત ટીમ છે. તેમણે કહ્યું, લગભગ હું તેને પસંદ કરી લેત (પસંદગીકાર હોવા પર) પરંતુ મને લાગે છે કે દિનેશ કાર્તિક પણ સારો છે. મને લાગે છએ કે આ સારી ટીમ છે. મને નથી લાગતું કે, કોઈ ખેલાડીની અનદેખી કરવામાં આવી છે. રિષભનું હોવું સારૂ હોત પરંતુ વસ્તુ આમ ચાલે છે.