રોબિન ઉથપ્પાએ ક્રિકેટમાંથી નિવૃતી લેતા પહેલા શરૂ કરી `બીજી ઈનિંગ`
46 વનડે અને 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલ રોબિન ઉથપ્પા ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ શ્રેણીમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતે જ્યારે 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીબી ત્રિકોણીય શ્રેણી જીતી તો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઓપનર રોબિન ઉથપ્પાની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે, ઉથપ્પા ટીમનો એવો બેટ્સમેન છે, જેને કોઈપણ ક્રમે ઈચ્છો, ઉતારી શકો છે. તે ઓપનિંગ કરવાથી લઈને છ-સાત ક્રમ સુધી રમી શકે છે. ધોનીની આ પ્રશંસાના ત્રણ મેચ બાદ તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તેને વનડે ટીમમાં વાપસી કરતા છ વર્ષ લાગ્યા હતા. તેણે વાપસી કરી પરંતુ તે ક્યારેય ટીમનો કાયમી સભ્ય બની શક્યો નથી. હવે ઉથપ્પા કોમેન્ટ્રોટરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
33 વર્ષીય રોબિન ઉથપ્પા બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 મેચમાં સોની સિક્સ ચેનલ પર સુનીલ ગાવસ્કર, માઇકલ ક્લાર્કની સાથે કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. પરંતુ ઉથપ્પાએ તેવા કોઈ સંકેત આપ્યા નથી કે તે, પૂર્ણકાલિન કોમેન્ટ્રેટર બનવા જઈ રહ્યો છે. ઉથપ્પાએ નવ વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 46 પનડે મેચ અને 13 ટી20 મેચ રમી છે. તેણે 46 વનડેમાંથી 16 મેચોમાં ઓપનિંગ કરી. આ સિવાય તેણે સાત મેચોમાં ત્રણ નંબર પર, પાંચ મેચોમાં પાંચ નંબર પર, છ મેચોમાં છ નંબર પર અને આઠ મેચોમાં સાત નંબર પર બેટિંગ કરી હતી. ઉથપ્પાને ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી નથી.
AUSvsIND T20: બ્રિસ્બેન ટી-20માં ભારતનો 4 રને પરાજય, ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 1-0થી આગળ
6 સપ્તાહ માટે મેદાનથી દૂર છે ઉથપ્પા
રોબિન ઉથપ્પાએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે. તે પોતાની ટીમ કર્ણાટકને છોડીને સૌરાષ્ટ્ર માટે રમે છે. આ વર્ષે તે વિજય હજારે ટ્રોફીમાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ તેને ઈજા થઈ અને તે છ સપ્તાહ માટે ક્રિકેટથી દૂર છે. જેથી તે રણજી ટ્રોફીની શરૂઆતી મેચોમાં રમી રહ્યો નથી.