ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને નવા અધ્યક્ષ મળી ગયા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની વિદાય થઈ ગઈ છે. હવે તેમની જગ્યાએ રોજર બિન્ની નવા અધ્યક્ષ બન્યા છે. રોજર બિન્ની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહ્યા હતા. મંગળવારે બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) માં આ નિર્ણય લેવાયો. 


રોજર બિન્ની બીસીસીઆઈના 36માં અધ્યક્ષ  બન્યા છે. આ અગાઉ સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. થોડા સમય પહેલા ગાંગુલીનો કાર્યકાળ વધારવાની આશા વ્યક્ત થઈ રહી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણો બદલાઈ ગઆ અને ગાંગુલીની વિદાય થઈ ગઈ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube