રોજર ફેડરરે કરાવી ઘુંટણની સર્જરી, ગુમાવશે ફ્રેન્ચ ઓપન
ટેનિસ સ્ટાર રોજર ફેડરર આગામી કેટલોક સમય કોર્ટ પર જોવા મળશે નહીં. બુધવારે ફેડરરે ઘુંટણની સર્જરી કરાવી છે, જેથી ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ વિશ્વના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરર આગામી કેટલાક મહિના ટેનિસ કોર્ટ પર જોવા મળશે નહીં. બુધવારે ફેડરરના ઘુંટણની સર્જરી થઈ છે અને તેને સ્વસ્થ થવા કેટલાક મહિના આરામ કરવો પડશે. ખુદ ફેડરરે એક ટ્વીટ કરી પોતાના ફેન્સ સાથે આ જાણકારી શેર કરી છે.
સ્વિત્ઝર્લેન્ડના આ ખેલાડીએ ફ્રેન્ચ ઓપન સહિત 4 અન્ય મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવાની જાણકારી આપી છે. 20 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલ આ દિગ્ગજ સ્ટારે ટ્વીટમાં લખ્યુ, 'છેલ્લા કેટલાક સમયથી મારો ડાબો ઘુંટણ મારી ચિંતાઓ વધારી રહ્યો હતો. મને આશા છે કે તે યોગ્ય થઈ જશે, પરંતુ કેટલિક તપાસ અને મારી ટીમ સાથે વાતચીત બાદ મેં કાલે (બુધવાર)એ સ્વિત્ઝર્લેન્ડમાં ઓર્થોસ્કોપિક સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube