મેડ્રિડ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં હારેલા રાફેલ નડાલે રેકિંગમાં પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. આ સાથે સ્વિસ ધુરંધર રોજર ફેડરર ફરી એકવાર એટીપી રેકિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ફેડરર માર્ચ બાદ ટેનિસ કોર્ટમાં ઉતર્યો નથી છતાં હાલની રેકિંગમાં તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ વિશ્વ નંબર-1 નોવાક જોકોવિચને મેડ્રિડ માસ્ટર્સના બીજા રાઉન્ડમાં હારનું પરિણામ ભોગવવું પડ્યું છે અને તે છ સ્થાન નીચે સરકીને રેકિંગમાં 18માં સ્થાને પહોંચી ગયો. આ ટૂર્નામેન્ટ જીતનાર અલેક્જેંડર જ્વેરેવ ત્રીજી સ્થાને યથાવત છે. 


પુરૂષોની રેકિંગઃ ટોપ-3


1. રોજર ફેડરર (સ્વિટ્ઝરર્લેન્ડ), ઉમર 36, પોઇન્ટ 8,670


2. રાફેલ નડાલ (સ્પેન), ઉંમર 31 વર્ષ, પોઇન્ટ 7,950


3. એલેક્જેંડર જ્વેરેવ (જર્મની), ઉંમર 21, પોઇન્ટ 6015


મેડ્રિડ માસ્ટર્સમાં નડાલને હરાવનાર ડોમિનિક થિયેમ આઠમાં સ્થાનેથી નવમાં સ્થાને પહોંચી ગયો છે. તેને સેમિફાઇનલમાં આફ્રિકાના કેવિન એન્ડરસને પરાજય આપ્યો હતો. આ જીત સાથે એન્ડરસન પોતાની સર્વશ્રેષ્ઠ રેકિંગમાં સાતમાં સ્થાને પહોંચી ગયો છે. 


રેકિંગમાં સૌથી વધુ ફાયદો આ ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં પહોંચનાર કેનેડાના યુવા ડેનિસ શાપોવાલોવને થયો, જે 14 સ્થાનની છલાંગ સાથે 29માં સ્થાને પહોંચી ગયો છે. 


મહિલાઓમાં મેડ્રિડ ઓપનમાં જીત મેળવનાર ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે રેકિંગમાં આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. ફાઇનલમાં ક્વિટોવા સામે પરાજય બાદ પણ કિકિ બર્ટેસની રેકિંગમાં પાંચ સ્થાનનો સુધારો થયો અને તે 15માં સ્થાને પહોંચી ગઈ છે. 


રેકિંગમાં રોમાનિયાની સિમોના હાલેપ, ડેનમાર્કની કૈરોલીન વોજ્નિયાકી અને સ્પેનની ગારબાઇન મુગુરૂજા ટોંચના સ્થાને યથાવત છે.