ATP Finals: ફેડરર 16મી વખત સેમિમાં પહોંચ્યો, જોકોવિચને હરાવ્યો
રોજર ફેડરરે સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને એટીપી ફાઇન્લસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
લંડનઃ સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે (Roger Federer) અહીં ચાલી રહેલી એટીપી ફાઇનલ્સ (ATP Finals) ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગુરૂવારે તેણે સર્બિયાના નોવાક જોકોવિચને (Novak Djokovic) હરાવ્યો હતો. તેણે આ મુકાબલો 6-4, 6-3થી પોતાના નામે કર્યો હતો. ફેડરર ટૂર્નામેન્ટના શરૂઆતી રાઉન્ડમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ વિરુદ્ધ હારી ગયો હતો. ત્રીજી વરીયતા પ્રાપ્ત ફેડરર 17મી વખત ફાઇનલ્સ રમી રહ્યો છે. તે 16 વખત સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે.
જોકોવિચ જો આ ટૂર્નામેન્ટ જીત્યો હોત તો તે સ્પેનના રાફેલ નડાલને પાછળ છોડીને પ્રથમ સ્થાનની સાથે વર્ષ પૂરુ કરત, પણ તેમ થઈ શક્યું નથી. નડાલ હવે પાંચમી વાર પહેલા સ્થાનની સાથે વર્ષનો અંત કરશે. આ માલમામાં ફેડરર, જોકોવિચ અને અમેરિકાના જિમ્મી કોનર્સની બરોબરી કરશે.
શાનદાર માહોલ અને મહાન વિપક્ષીઃ ફેડરર
ફેડરરે જીત બાદ કહ્યું, 'શાનદાર માહોલ અને મહાન વિપક્ષી. આ વાસ્તવમાં શાનદાર હતું. મેં શરૂઆતથી તેનો આનંદ ઉઠાવ્યો. હું સારૂ રમ્યો. મને ખ્યાલ છે કે નોવાક શું કરી સકે છે. ખરેખર આ જાદૂ હતો. તમે લોકો (દર્શકો)એ પણ મેચને શાનદાર બનાવી દીધી. હું તનારો આનાથી વધુ આભાર ન માની શકું.'
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube