મોન્ટ્રિયલઃ અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે રોજર્સ કપના મહિલા સિંગલ્સના સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. વિલિયમ્સે શુક્રવારે રાત્રે શાનદાર પ્રદર્શન કરતા જાપાનની નાઓમી ઓસાકાને સીધા સેટોમાં 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. હવે સેમિફાઇનલમાં વિલિયમ્સનો મુકાબલો મૈરી બોઉજકોવા સામે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હાર છતાં ઓસાકા WTA રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત રહેશે. બંન્ને ખેલાડીઓ વચ્ચે રમાયેલી આ મેચ દરમિયાન ભારે પવન હતો, પરંતુ વિલિયમ્સે પોતાના રમતના સ્તરને જાળવી રાખ્યું હતું. આ સેરેનાની પાછલા વર્ષે યૂએસ ઓપનની ફાઇનલ બાદ પ્રથમ ટક્કર હતી. મેચ બાદ વિલિયમ્સે કહ્યું, 'અમે ન્યૂયોર્ક બાદ રમ્યા નથી, છેલ્લી મેચમાં ઓસાકાનું પ્રદર્શન દમદાર રહ્યું હતું. હું આ વખતે માત્ર મેચ રમીને જીતવા ઈચ્છતી હતી કારણ કે તે મને બે વાર હરાવી ચુકી છે, તેથી હું આજે મારૂ સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છતી હતી.'

EPL 2019-20: સિઝનની પ્રથમ મેચમાં લિવરપૂલે નોરવિચ સિટીને હરાવ્યું, ગોલકીપર એલિસન બેકર ઈજાગ્રસ્ત 

શરૂઆતની લીડ છેલ્લી સુધી જાળવી રાખી
પ્રથમ સેટમાં સરળ જીત મેળવ્યા બાદ બીજી સેટમાં પણ વિલિયમ્સે શાનદાર શરૂઆત કરી અને 2-1ની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ તેણે પાછુ વળીને જોયું નતી. ઓસાકા વિરુદ્ધ સેરેનાની આ પ્રથમ જીત છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી ત્રણ મુકાબલા રમાયા છે. સેમિફાઇનલમાં વિલિયમ્સનો સામનો ચેક ગણરાજ્યની મૈરી બોઉજકોવા વિરુદ્ધ થશે. મૈરી બોઉજકોવા અને સિમોના હાલેપ વચ્ચે મુકાબલામાં હાલેપ એડીની ઈજાને કારણે હટી ગઈ હતી.