જકાર્તા: પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ અહીં ચાલી રહેલા એશિયાઇ રમતોમાં છઠ્ઠા દિવસે શુક્રવારે (24 ઓગસ્ટ)ના રોજ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. બોપન્ના અને શરણી જોડીએ પુરૂષ યુગલ વર્ગની ફાઇનલમાં ખિતાબી જીત પ્રાપ્ત કરવાની સાથે જ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો. ભારતીય જોડીએ ખિતાબી મુકાબલામાં કઝાકિસ્તાનની એલેક્ઝેંડર બુબલિક અને ડેનિસ યેવસેવની જોડીએ 52 મિનિટની અંદર સીધા સેટમાં 6-3, 6-4 થી માત આપીને જીત પ્રાપ્ત કરી. એશિયાઇ રમતોમાં ટેનિસની પુરૂષ યુગલ સ્પર્ધામાં ભારતને પાંચમો પદક મળ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં ભારતે 1994, 2002, 2006, 2010માં ગોલ્ડ જીત્યો હતો. બોપન્નાએ પહેલીવાર એશિયાઇ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તો બીજી તરફ શરણે 2014માં યુકી ભાંબરી સાથે પુરૂષ જોડી સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો હતો. પહેલા સેટમાં ભારતીય જોડીએ સારી શરૂઆત કરી. તેમણે કઝાકિસ્તાન વિરૂદ્ધ 3-0થી બઢત બનાવી લીધી હતી. જોકે પ્રતિદ્વંદી ટીમે સારી વાપસી કરી અને પોતાનો સ્કોર 5-3 કર્યો. 


અહીં બોપન્ના અને શરણની જોડીએ એક રમત જીતવાની સાથે જ પહેલા સેટને 6-3થી પોતાના નામે કરી દીધો. બીજા સેટમાં ભારતીય જોડીએ સંઘર્ષ કરતાં જોવા મળી. 2-1થી પછાડ્યા બાદ બોપન્ના અને શરણે એક ગેમ જીતતા પોતાનો સ્કોર કઝાકિસ્તાનની જોડી વિરૂદ્ધ 3-3થી બરાબરી કરી લીધી. બોપન્ના અને શરણની ટીમે ત્યારબાદ ફરીથી શાનદાર વાપસી કરતાં રમતમાં સારી વાપસી કરી અને 4-3થી બઢત પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ પોતાના આ લયને યથાવત રાખતાં ભારતીય જોડીએ બીજા સેટને 6-4થી પોતાના નામે ગોલ્ડ મેડલ કરી લીધો. 


આ ભારતના ખોળામાં છઠ્ઠા દિવસે બીજો ગોલ્ડ મેડલ છે. ભારત પાસે હવે કુલ છ ગોલ્ડ મેડલ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આ બંને જોડીએ રમતના પાંચમા દિવસે ગુરૂવારે પુરૂષ જોડી વર્ગની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. તો બીજી તરફ ગુણાસ્વેરન પ્રજનેશએ પુરૂષ સિંગલની સેમીફાઇનલમાં સ્થાન બનાવી પોતાનો મેડલ પાકો કરી દીધો હતો. તો બીજી તરફ સિંગલ વર્ગમાં અંકિતાને કાંસ્ય પદક પ્રાપ્ત થયો હતો. અંકિતા સેમીફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જીત પ્રાપ્ત  કરી ન શકી એટલા માટે તેને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો. બોપન્ના અને અંકિતા પોતાની સફળતાને મિશ્રિત યુગલમાં પુનરાવર્તિત કરી શક્યા નહી અને મિશ્રિત યુગલમાં વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ ગયા.