Rohit Sharma Video viral: IPL 2024 ની મહત્વપૂર્ણ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કોલકાતામાં રમાવાની છે. આ માટે જ્યારે બંને ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલકાતાના કોચ અને તેના જૂના મિત્ર અભિષેક નાયરને મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન બંને વચ્ચેની વાતચીતમાં મુંબઈ ઈન્ડિયન્સના તમામ રહસ્યો ખુલ્યા હતા. તમને જણાવી દઈએ કે 2024ના સંસ્કરણ પહેલાં જ્યારે પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે તેઓ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરી રહ્યા છે. જોકે, ફ્રેન્ચાઇઝીનો આ દાવ સફળ રહ્યો નથી.


AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો


હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં 
આ પગલું મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે એક મોટો આંચકો હતો અને તેઓ રોહિતના સમર્થનમાં સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા. તેમના નામના નારા લગાવવા લાગ્યા હતા. પંડ્યાની પણ મજાક ઉડાવવામાં આવી હતી. પંડ્યા પ્રત્યે નફરત એટલી વધી ગઈ હતી કે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આઈપીએલ મેચ પહેલાં ટોસ માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર કોમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે ચાહકોને સારું વર્તન કરવાની સલાહ આપવી પડી હતી.


'4 જૂને BJP હારી જશે, AAP વિના દિલ્હીમાં કોઈ સરકાર નહીં બને' : આ નેતાએ કર્યો દાવો
લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?


Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર
48 કલાક પછી આ રાશિવાળાની જીંદગીમાં જોવા મોટો બદલાવ, કૂબેર ખજાનો વરસાવશે રૂપિયા


મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 પ્લેઓફમાંથી બહાર 
મુંબઈ ઈન્ડિયન્સનું પતન એટલું વહેલું થયું છે કે તેઓ 12માંથી 8 મેચ હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે અને હવે તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. પંડ્યાના સુકાનીપદ સામ સવાલો ઉભા થયા છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના વલણ અને અવ્યવસ્થિત નિર્ણયો માટે તેની ટીકા થઈ રહી છે. હવે, શનિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા KKRના સહાયક કોચ અભિષેક નાયર સાથે વાત કરતા જોઈ શકાય છે.


શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવું લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી
ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત