મુંબઈઃ ટી20 વિશ્વકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં કેએલ રાહુલને સ્થાન ન મળતા ચર્ચાનો વિષય બની ગયો હતો. BCCI એ રિષભ પંચ અને સંજૂ સેમસનને વિકેટકીપર બેટર તરીકે વિશ્વકપની ટીમમાં પસંદ કર્યાં છે. આ સિવાય રિંકૂ સિંહને પણ 15 ખેલાડીઓમાં સ્થાન ન મળતા બીસીસીઆઈની ટીકા કરવામાં આવી રહી હતી. કેએલ રાહુલ આઈપીએલ 2024માં અત્યાર સુધી 10 મેચમાં 40થી વધુની એવરેજથી 406 રન બનાવી ચૂક્યો છે. તો રિંકે સિંહે પાછલા વર્ષે પર્દાપણ કર્યા બાદ ભારતીય ટીમ માટે 89ની એવરેજથી બેટિંગ કરી છે. હવે પત્રકાર પરિષદમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે રાહુલ અને રિંકૂને બહાર જવા પર મહત્વનું નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ન થઈ કેએલ રાહુલની પસંદગી?
કેએલ રાહુલની પસંદગી ન થવા પર ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું- કેએલ રાહુલ શાનદાર બેટર છે, પરંતુ અમારે એક એવા બેટરની જરૂર હતી જે મિડલ ઓવરોમાં બેટિંગ કરી શકે. રાહુલ અત્યારે આઈપીએલમાં પોતાની ટીમ માટે ઓપનિંગ કરી રહ્યો છે. આ નિર્ણય તે આધાર પર લેવામાં આવ્યો કે કયો બેટિંગ સ્લોટ ખાલી હતી. અમને થયું કે રિષભ પંત અને સંજૂ સેમસન બીજા હાફમાં બેટિંગની જવાબદારી સંભાળી શકે છે.



સિંકૂ સિંહને લઈ કર્યો ખુલાસો
રિંકૂ સિંહને લઈને અજીત અગરકરે જણાવ્યું- રિંકૂ સિંહના સંબંધમાં અમારે ખુબ વિચાર કરવો પડ્યો અને આ લગભગ અમારા માટે ખુબ મુશ્કેલ નિર્ણય રહ્યો. તેણે કંઈ ખોટું કર્યું નથી. ગિલે પણ કંઈ ખરાબ કર્યું નથી. આ બધુ કોમ્બિનેશન પર નિર્ભર કરે છે. અમારી પાસે 2 રિસ્ટ સ્પિન બોલર છે, જેનાથી રોહિતની સામે વધુ વિકલ્પ હાજર હશે. તેને ખરાબ ભાગ્ય કહી શકાય છે કે રિંકૂને રિઝર્વ ખેલાડીમાં રાખવામાં આવ્યો છે, જે જણાવે છે કે તે 15 ખેલાડીઓની ટીમમાં જગ્યા બનાવવામાં નજીક હતો. અંતમાં અમે માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરી શકતા નથી. 



કેપ્ટનશિપ પર રોહિતનો અનુભવ
કેપ્ટનશિપને લઈને રોહિત શર્માએ કહ્યું- ભારતીય ટીમની કમાન સંભાળવી સારો અનુભવ છે. હું મારા કરિયરમાં ઘણા કેપ્ટનની નીચે રમ્યો છું. આ કંઈક નવું છે. તમારે એક ખેલાડીના રૂપમાં તમારી ટીમ માટે રમવાનું છે. આ સિવાય સતત કેપ્ટન બદલવા પર પસંદગીકાર અજીત અગરકરે જવાબ આપ્યો. તેમણે કહ્યું- રોહિત અમારો શાનદાર કેપ્ટન છે. વનડે વિશ્વકપ બાદ છ મહિનાનો સમય મળ્યો છે. હાર્દિકે પણ વચ્ચે સારૂ પ્રદર્શન કર્યું છે. રોહિત દમદાર કેપ્ટન છે અને તેણે વનડે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.