એડિલેડ ટેસ્ટઃ પ્રથમ ટેસ્ટ માટે આ છે ગાવસ્કરની પ્લેઇંગ XI, રોહિત શર્મા, રાહુલ બહાર
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની ઓપનિંગ જોડી બદલવાની જરૂર છે. પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરે રમાશે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણી પૂરી થયાની સાથે ટેસ્ટ સિરીઝ પર વાતો શરૂ થઈ ગઈ છે. સૌથી વધુ ચર્ચા તે વાતની છે કે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કોણ-કોણ સામેલ થશે અને કોણ બહાર રહેશે. પ્લેઇંગ ઈલેવનની આ ચર્ચામાં બે ખેલાડીઓ રોહિત શર્મા અને કેએલ રાહુલના નામ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને રોબિન ઉથપ્પા પણ આ ચર્ચામાં સામેલ થઈ ગયા છે. તેમણે પ્રથમ ટેસ્ટમાં રોહિત અને રાહુલ બંન્નેને બહાર રાખવાની સલાહ આપી છે.
વિજયને પૃથ્વી શોની ઓપનિંગ જોડીનું સમર્થન
બંન્ને દેશો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. સુનીલ ગાવસ્કરે આ મેચમાં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે કહ્યું કે, ભારતે પોતાની ઓપનિંગ જોડી બદલવી જોઈએ. તેમણે કહ્યું, મુરલી વિજયને પૃથ્વી શોની સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએ. પૃથ્વીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. રાહુલ ફોર્મમાં નથી. જો રાહુલે ટી20 શ્રેણીમાં 30-40 રન પણ બનાવ્યા હોત તો અમે તેનું ઓપનિંગ કરવાનું સમર્થન કરત. રોબિન ઉથપ્પાએ પણ મુરલી અને શોની જોડીનું સમર્થન કર્યું છે.
રોહિત નહીં, હનુમા વિહારી છઠ્ઠા ક્રમે
પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, પ્લેઇંગ 11માં રોહિત શર્માની જગ્યા બનતી નથી. તેના સ્થાને હનુમા વિહારીને સ્થાન આપવું જોઈએ. ગાવસ્કરે કહ્યું, હનુમા વિહારીને અંતિમ ઈલેવનમાં સ્થાન આપીશ કારણ કે, તેણે અંતિમ ટેસ્ટમાં અડધી સદી પટકારી હતી. તેને છઠ્ઠા ક્રમે બેટિંગ કરવાની તક આપવી જોઈએ. હનુમા વિહારીએ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ ઈન્ડિયા-એ તરફથી અડધી સદી ફટકારી હતી.
ટીમમાં બે ફાસ્ટ બોલર અને બે સ્પિનર
ગાવસ્કરે કહ્યું કે, હું ટીમમાં બે ફાસ્ટ બોલર અને બે સ્પિનરોને રમાડવાના પક્ષમાં છું. આ માત્ર એડીલેડ ટેસ્ટ માટે છે કારણ કે, પિચ સ્પિનરોની મદદ કરે છે. પરંતુ ગાવસ્કરે તે ન જણાવ્યું કે, તેને પ્લેઇંગ ઇલેવનમાં બે સ્પિનર અને બે ફાસ્ટ બોલર કોણ હશે. ગાવસ્કર પ્રમાણે ટીમ ઈન્ડિયાને ત્રીજાથી પાંચમાં ક્રમ સુધી કોઈ સમસ્યા નથી. આ નંબર પર ક્રમશઃ ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેને રમવાનું છે.