Rohit Sharma Baby Boy Post: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહે શનિવારે પોતાના બીજા બાળકના જન્મની જાહેરાત કરી છે. આ પોપુલર કપલ જે પહેલાથી જ એક પુત્રીના માતા પિતા છે. તેમણે ઘરમાં પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું, જે એક દીકરો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પ્રશંસકોને રોહિત રિતિકાના ફેન્સ સુધી આ ખુશખબરી પહોંચાડી છે. પોસ્ટમાં કઈક એવું હતું, જે ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટરની ચર્ચા કેમ?
વાસ્તવમાં, રોહિત શર્મા અને રિતિકા સજદેહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમેરિકન ટેલીવિઝન શો 'FRIENDS' સ્ટાઈલમાં પોસ્ટ શેર કરીને પુત્રના જન્મના ગુડ ન્યૂઝ આપ્યા છે. પોસ્ટમાં 'FRIENDS' ના પોસ્ટર જેવા જ ટેક્સ્ટ ફોન્ટ અને ગ્રાફિક્સ છે, જેમાં એનિમેટેડ કપલ અને બે બાળકોની તસવીર પણ છે. પોસ્ટ પર લખવામાં આવ્યું હતું કે, 'FAMILY, the one where we are FOR).' આ પોસ્ટના કેપ્શનમાં બાળકની જન્મ તારીખ '15.11.2024' પણ લખવામાં આવી છે.



ચાહકોએ આપી પ્રતિક્રિયા
રોહિતે આ ખુશી શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વહ્યો હતો. રોહિતની પોસ્ટ પર એક યુઝરે લખ્યું, 'અકાય (વિરાટ કોહલીના પુત્ર)ને પણ પાર્ટનર મળ્યો છે.' અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, 'જુનિયર રોહિત, અકાય કોહલી, અંગદ બુમરાહ - ત્રિદેવ.' અન્ય એક યુઝરે લખ્યું, '20 વર્ષ પછી કોહલી અને શર્મા ફરી એકસાથે ક્રિકેટમાં ડેબ્યૂ કરશે.'



રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મને કારણે બોર્ડર-ગાવસ્કર સિરીઝની પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમ સાથે પર્થ ગયો નથી. સિરીઝ શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ રોહિત ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની ટેસ્ટમાં રમશે કે નહીં તે હજુ અનિશ્ચિત છે. જોકે, એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે જો રોહિત આ મેચમાં નહીં રમે તો જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.