નવી દિલ્હીઃ ભારતીય ટીમના પસંદગીકારોની નજર જૂનમાં રમાનાર ટી20 વિશ્વકપ 2024 પર છે, જેનાથી તેના માટે અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી સિરીઝ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીમાંથી એકની પસંદગી કરવી સરળ નથી. અત્યારે તેમ લાગી રહ્યું છે કે બંનેને ટીમમાં રાખી શકાય છે પરંતુ આઈપીએલ દરમિયાન ફોર્મને ટી20 વિશ્વકપ ટીમમાં પસંદગી માટે મહત્વનું માનવામાં આવશે. ચર્ચા છે કે હજુ એક બેઠર થઈ શકે છે જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડના મોટા અધિકારી નિર્ણય લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર બીજી ટેસ્ટ દરમિયાન બંને ખેલાડીઓ સાથે વાત કરવા આફ્રિકા ગયા હતા અને આ બંનેએ ખુદને ઉપલબ્ધ ગણાવ્યા હતા. પરંતુ ઘણા એવા કારણો છો જેનાથી અંતે નિર્ણય લેવા માટે બીસીસીઆઈ સચિવ જય શાહની જરૂર પડે. ભારત અને અફઘાનિસ્તાન ટી20 સિરીઝ શરૂ થવામાં પાંચ દિવસ બાકી છે અને બીસીસીઆઈએ હજુ ટીમ જાહેર કરી નથી. અગરકર ભારત માટે રવાના થઈ ગયો છે અને બની શકે આગામી 24 કે 48 કલાકમાં ટીમની જાહેરાત કરવામાં આવે. જો રોહિત અને કોહલી બંનેને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો ટીમનું સંતુલન એક મુદ્દો હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ ડેવિડ વોર્નરના નામે નોંધાયેલો છે ખાસ રેકોર્ડ, સચિન તેંડુલકર અને રોહિત પણ છે પાછળ


એક પૂર્વ રાષ્ટ્રીય પસંદગીકારે ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું- જો તમારા ટોપ પાંચ રોહિત, શુભમન ગિલ, વિરાટ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા છે તો તમારી પાસે ડાબા હાથનો બેટર કોણ છે? માની લો તમે કોહલીને હટાવી દો અને ગિલ ત્રીજા ક્રમે રમે છે અને યશસ્વી જાયસવાલ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. પરતું શું અજીત આ સાહસિક નિર્ણય કરી શકે છે. જો પસંદગીકાર રોહિત અને કોહલી બંનેને સામેલ કરે છો તો ગાયકવાડ અને ઈશાન કિશને બહાર થવું પડશે. ઈશાન ડાબા હાથનો વિકેટકીપર બેટર છે અને ગાયકવાડ ટોપ ક્રમનો વિકલ્પ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube