લીડ્સઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ટૂર્નામેન્ટમાં એક મોટો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ શનિવારે શ્રીલંકા વિરુદ્ધ વિશ્વ કપ મેચમાં 56 રન બનાવતા 600 રન પૂરા કરી લીધા. આ સાથે તે શાકિબ અલ હસનને પાછળ છોડતા વિશ્વ કપ 2019મા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. શાકિબે આઠ મેચોની આઠ ઈનિંગમાં 606 રન બનાવ્યા હતા. 


સચિનની ખાસ ક્લબમાં રોહિત શર્મા
રોહિત શર્મા વિશ્વ કપના ઈતિહાસમાં કોઈ એક સિઝનમાં 600 કે તેથી વધુ રન બનાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. આ સાથે તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડ અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનની ક્લબમાં સામેલ થઈ ગયો છે. વિશ્વ કપની કોઈ એક સિઝનમાં 600થી વધુ રન બનાવવાના મામલામાં રોહિત શર્મા ચોથો બેટ્સમેન છે. 


રોહિત શર્મા એક વિશ્વ કપ સિઝનમાં 600થી વધુ રન બનાવનાર સચિન તેંડુલકર બાદ બીજો ભારતીય બેટ્સમેન છે. વિશ્વ ક્રિકેટમાં આ મામલામાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાન પર છે, જેણે 2003ના વિશ્વ કપમાં 673 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડનનો નંબર આવે છે. હેડને 2007 વિશ્વ કપમાં 659 રન બનાવ્યા હતા. 


વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ રન


673 સચિન તેંડુલકર (2003)


659 મેથ્યૂ હેડન (2007)


614* રોહિત શર્મા (2019)
 
606 શાકિબ અલ હસન (2019)


વિશ્વ કપ 2019મા શાકિબ અલ હસને આઠ મેચોની આઠ ઈનિંગમાં 606 રન બનાવ્યા હતા, પરંતુ બાંગ્લાદેશ સેમિફાઇનલમાં ન પહોંચવાને કારણે તે આગળ વધી શકશે નહીં.