નવી દિલ્હીઃ Rohit Sharma Ind vs Aus: ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 7000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડે મેચમાં રોહિત શર્માએ આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિટમેન રોહિત શર્માએ રાજકોટના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 18મો રન બનાવતા વનડે ક્રિકેટમાં ઓપનર તરીતે રનનો સંખ્યા 7000ને પાર કરી લીધી હતી. આ સાથે તે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 7 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો. આ મામલામાં રોહિત શર્માએ આફ્રિકાની ટીમના પૂર્વ ઓપનર હાશિમ અમલા અને ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડ્યા હતા. 


અમલા અને સચિન પણ આ લિસ્ટમાં સામેલ
32 વર્ષના રોહિત શર્માએ 137મી ઈનિંગમાં ઓપનિંગ કરતા 7000 રન પૂરા કર્યાં છે, જ્યારે હાશિમ અમલાએ આ સિદ્ધિ 147 ઈનિંગમાં મેળવી હતી. તો ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 160 ઈનિંગમાં ઓપનિંગ કરતા વનડે ક્રિકેટમાં 7000 રન પૂરા કર્યાં હતા. રોહિત શર્મા વનડે ક્રિકેટમાં 9000 રન બનાવવાની નજીક છે, કારણ કે તેણે નિચલા ક્રમમાં પણ ઘણી મેચ રમી છે અને આશરે 2 હજાર રન બનાવ્યા છે. 


કગિસો રબાડા પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ ગુમાવશે  


ઓપનર તરીકે સૌથી ઝડપી 7000 વનડે રન


137 ઈનિંગ - રોહિત શર્મા


147 ઈનિંગ - હાશિમ અમલા


160 ઈનિંગ - સચિન તેંડુલકર


રોહિત શર્મા વર્ષ 2013થી સતત વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. એમએસ ધોનીએ રોહિત શર્માને નિચલા ક્રમથી ઓપનિંગ કરવાની જવાબદારી આપી હતી. ઓપનિંગ બેટિંગ કરતા વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર