નવી દિલ્હીઃ ભારતીય ટીમ રવિવારે જેવી બાંગ્લાદેશ સામે મેચ રમવા માટે ઉતરી ત્યારે કેપ્ટન રોહિત શર્માએ(Rohit Sharma) એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં રમવા ઉતરવાની સાથે જ રોહિત શર્મા 100 ટી20 રમનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. રોહિત શર્માએ છેલ્લી મેચમાં એમ.એસ. ધોનીના(M S Dhoni) સૌથી વધી ટી20 મેચ રમવાનો રેકોર્ડ તોડ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ 98 ટી20 મેચ રમી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ આ શ્રેણી પહેલા 98 ટી20 મેચ રમી હતી. આ રીતે રોહિત અને ધોની એક સમાન રેકોર્ડ પર હતા. રોહિતે દિલ્હી ટી20 મેચમાં પૂર્વ કેપ્ટનને પાછળ રાખી દીધો હતો. હવે તેણે શાહિદ આફ્રિદીને પણ પાછળ રાખી દીધો છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ 99 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. 


મલિકના નામે છે વર્લ્ડ રેકોર્ડ 
દુનિયામાં સૌથી વધુ ટી20 મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના શોએબ મલિકના નામે છે. તેણે અત્યાર સુધી 111 ટી20 મેચ રમી છે. રોહિત શર્મા બીજા નંબરે છે. શાહિદ આફ્રિદી ત્રીજા અને મહેન્દ્ર સિંહ ધોની ચોથા નંબરે છે. 


સુરેશ રૈના ત્રીજા નંબરે
ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્માએ સૌથી વધુ 100 ટી20 મેચ રમી છે. એમએસ ધોની 98 મેચ સાથે બીજા નંબરે છે. રોહિત અને ધોની પછી સુરેશ રૈના 78 મેચ સાથે ત્રીજા નંબરે છે. વિરાટ કોહલી(72) ચોથા અને યુવરાજ સિંહ (58) પાંચમા નંબરે છે. 


ટી20નો ટોપ સ્કોરર છે રોહિત 
રોહિત શર્માએ 99 મેચમાં 2452 રન બનાવ્યા છે. તે ટી20 ક્રિકેટમાં સૌથી રન બનાવનારો બેટ્સમેન છે. વિરાટ કોહલી આ બાબતે બીજા નંબરે છે. તેના નામે 72 મેચમાં 2450 રન નોંધાયેલા છે. રોહિતે વિરાટને છેલ્લી મેચમાં પાછળ રાખ્યો હતો. આ ઉપરાંત રોહિતના નામે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ છે. તેણે કુલ 106 છગ્ગા ફટકારેલા છે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....