નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનર અને 'હિટમેન'ના નામથી જાણીતા ક્રિકેટર રોહિત શર્માનો આજે 32મો જન્મદિવસ છે. રોહિત વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે, જેના નામ પર વનડેમાં ત્રણ બેવડી સદી નોંધાયેલી છે. આ સાથે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે નોંધાયેલો છે. આવો રોહિત શર્માના જન્મદિવસ પર જાણીએ, તેના 10 સૌથી મહત્વના રેકોર્ડ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ભારત તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર એલીટ ક્લબનો મેમ્બર છે રોહિત શર્મા. ભારત માટે આ સિવાય સુરેશ રૈના અને કેએલ રાહુલ આમ કરી ચુક્યા છે. 


2. 2014માં શ્રીલંકા વિરુદ્ધ રોહિતે 264 રનની ઈનિંગ રમી હતી, જે અત્યાર સુધી વનડે ક્રિકેટ ઈતિહાસમાં એક ઈનિંગમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. ત્યારે રોહિતે 173 બોલ પર 33 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. 


3. વનડે આંતરરાષ્ટ્રીયમાં માત્ર સાત વખત બેડ્સમેન ડબલ સદી ફટકારી ચુક્યા છે, જેમાંથી ત્રણ વખત રોહિત શર્માએ આ સિદ્ધિ મેળવી છે. રોહિત સિવાય સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેલ અને માર્ટિન ગુપ્ટિલ એક-એક ડબલ સદી ફટકારી ચુક્યા છે. 


4. વનડેમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ રોહિતના નામે નોંધાયેલો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 રનની ઈનિંગ દરમિયાન 16 છગ્ગા ફટકાર્યા હતા. એટલા છગ્ગા ક્રિસ ગેલે 215 રનની ઈનિંગ દરમિયાન ફટકાર્યા હતા. 


5. વનડેમાં એક ઈનિંગમાં સૌથી વધુ 33 ચોગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પણ રોહિતના નામે છે. રોહિતે કોલકત્તામાં શ્રીલંકા વિરુદ્ધ 2014માં 264 રનની રેકોર્ડ ઈનિંગ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો. આ લિસ્ટમાં પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન અને વીરૂ સંયુક્ત રૂપથી બીજા નંબર પર છે. બંન્ને બેટ્સમેનોએ એક વનડે મેચની ઈનિંગમાં 25 ચોગ્ગા ફટકાર્યા હતા. 


VIDEO: હૈદરાબાદનો સાથ છોડતા ભાવુક થયો વોર્નર, જણાવ્યું સફળતાનું રહસ્ય


6. 2017માં રોહિતે શ્રીલંકા વિરુદ્ધ 35 બોલ પર ટી-20 સદી ફટકારી હતી. જે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ડેવિડ મિલરની સાથે સંયુક્ત રૂપથી સૌથી ઝડપી સદી છે. 


7. રોહિતના નામે ટી-20માં પણ શાનદાર રેકોર્ડ છે. તે ટી20માં ચાર સદી ફટકારી ચુક્યો છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 2018માં રોહિત શર્માએ પોતાના કરિયરની ચોથી સદી ફટકારી હતી. રોહિતે ટી20માં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. રોહિત શર્મા સિવાય કેએલ રાહુલના નામે ભારત માટે 2 ટી-20 સદી છે. 


8. વનડેમાં તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 10માંથી 8 વનડે મેચ જીતી છે. તો 15 ટી-20માંથી 12 મેચ જીતી છે. 


9. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.  તે વિશ્વ ક્રિકેટમાં બીજા સ્થાન પર છે. 


10. પ્રથમ ટેસ્ટ સિરીઝમાં 'મેન ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ જીત્યો હતો. ભારતના માત્ર 4 ખેલાડીઓના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. સૌરવ ગાંગુલી, રવિચંદ્રન અશ્વિન, પૃથ્વી શોના નામે આ રેકોર્ડ છે.