નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનું (Sanjay Bangar) માનવું છે કે રોહિત શર્મા (Rohit Sharma) ટેસ્ટમાં (Test Cricket) ઉપરના ક્રમમાં રમતા જો ટકી જાય તો ભારતીય ટીમ તે લક્ષ્ય પણ હાસિલ કરી શકે છે જે અત્યાર સુધી તેની પહોંચથી બહાર રહ્યો છે. સીમિત ઓવરોમાં ભારત તરફથી નિયમિત રીતે ઓપનિંગ કરનાર રોહિતને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતને તક રાહુલની નિષ્ફળતા બાદ મળી છે. વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ સંજય બાંગરના હવાલાથી લખ્યું છે, 'આ સમયે ટેસ્ટમાં મધ્યમક્રમ સ્થિર છે અને ત્યાં કોઈ જગ્યા નથી. ઓપનિંગ બેટિંગ તેના માટે નવો પડકાર હશે, પરંતુ તેને નવા બોલથી ત્યારે રમવાની કર મળશે જ્યારે ગેપ ઘણા હશે. તેણે પોતાની બેટિંગની રાહ જોવી પડશે નહીં, જેથી તે પોતાની માનસિક ઉર્જા બચાવી શકશે.'


સંજય બાંગરે કહ્યું, 'જો તે સફળ થાય છે તો તેની જે રમવાની શૈલી છે તે તેને ખુબ મદદરૂપ થશે. તેનાથી બની શકે કે ટીમ તે લક્ષ્ય પણ હાસિલ કરી લે જે અત્યાર સુધી તેની પહોંચથી દૂર છે, જેમ કે ભૂતકાળમાં કેપટાઉન કે એઝબેસ્ટનમાં થયું હતું.'

શાહરૂખ ખાનની ટીમે બનાવ્યો ટી20 ક્રિકેટનો વિશાળ સ્કોર, તોડ્યા ઘણા રેકોર્ડ 

વનડેમાં પોતાની બેટિંગથી રનનો ઢગલો કરનાર રોહિત રમતના સૌથી મોટા ફોર્મેટમાં જગ્યા પાક્કી કરી શક્યો નથી. તેણે અત્યાર સુધી માત્ર 27 ટેસ્ટ રમી છે, જેમાં 39.6ની એવરેજથી 1585 રન બનાવ્યા છે. વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત ટેસ્ટમાં માત્ર ત્રણ સદી ફટકારી શક્યો છે. 


સંજય બાંગરને લાગે છે કે રોહિતે જો ટેસ્ટમાં સફળ થવું હોય તો તેણે પોતાની શૈલીમાં રમવું પડશે. તેમણે કહ્યું, 'જો તેણે સફળ થવુ હોય તો તેણે પોતાની શૈલીમાં રમવું પડશે. તેણે પોતાની ઓળખને બનાવી રાખવી પડશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ બે ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ રહી છે.'