Rohit Sharma ના કેપ્ટન બન્યા બાદ ખુલી જશે આ ખેલાડીઓની કિસ્મત, ટીમ ઇન્ડીયામાં સ્થાન પાક્કુ!
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ગુરૂવારે ટીમ ઇન્ડીયાની ટી20 ફોર્મેટની કેપ્ટનશિપને છોડવાની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્માનું નવા ટી20 કેપ્ટનના કેપ્ટન બનવાનું ફાઇનલ છે. ટી20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલી આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડીને ફક્ત પોતની બેટીંગ પર ફોકસ કરશે. દરેક કેપ્ટન આવતાં જ ટીમમાં મોટા ફેરફાર થાય છે. ટીમ ઇન્ડીયામાં એવા 3 ખેલાડીઓ છે, જે રોહિત શર્માના ટી20 કેપ્ટન બનતાં જ ટીમ ઇન્ડીયામાં પોતાનું કાયમી સરનામું કરી શકે છે.
નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ગુરૂવારે ટીમ ઇન્ડીયાની ટી20 ફોર્મેટની કેપ્ટનશિપને છોડવાની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્માનું નવા ટી20 કેપ્ટનના કેપ્ટન બનવાનું ફાઇનલ છે. ટી20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલી આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડીને ફક્ત પોતની બેટીંગ પર ફોકસ કરશે. દરેક કેપ્ટન આવતાં જ ટીમમાં મોટા ફેરફાર થાય છે. ટીમ ઇન્ડીયામાં એવા 3 ખેલાડીઓ છે, જે રોહિત શર્માના ટી20 કેપ્ટન બનતાં જ ટીમ ઇન્ડીયામાં પોતાનું કાયમી સરનામું કરી શકે છે.
ઇશાન કિશન
રોહિત શર્માના ટી20 કેપ્ટન બનતાં જ યુવા બેટ્સમેન ઇશાન કિશનનું ટીમ ઇન્ડીયામાં સ્થાન પાક્કુ થઇ શકે છે. ઇશાન કિશન શાનદાર વિકેટકીપિંગ સાથે વિસ્ફોટક બેટીંગમાં પણ માહેર છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી છે. ઇશાન કિશન IPL માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે રમે છે, એવામાં રોહિતના ટી-20 કેપ્ટન બનતાં જ ઋષભ પંતનું સ્થાન ખતરામાં આવી શકે છે. ઇશાન કિશને પોતાને સાબિત કર્યા છે. IPL માં ઇશાન કિશને મુંબઇ ઇન્ડીયન્સને ઘણીવાર પોતાના દમ પર જીત અપાવી છે અને હવે તે ટીમ ઇન્ડીયાને પણ ટી-20 વર્લ્ડકપમાં આ જ રીતે જીત અપાવવા માંગે છે.
અહીં પિતા બનાવે છે પુત્રી માટે લવ-હટ, મનપસંદ છોકરો ન મળે ત્યાં સુધી બાંધી શકે છે શારિરીક સંબંધ
ઇશાન કિશને અહીં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. જ્યારે ઇશાન 12 વર્ષના થયા તો તેને આગળ રમવા માટે રાંચી શિફ્ટ થવું પડ્યું હતું. અહીં ઇશાને રાંચીમાં જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સેલ (સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડીયા લિમિટેડ) ની ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા. સેલએ તેને રહેવા માટે એક ક્વાર્ટર આપ્યું હતું. જેમાં તેની સાથે ચાર અન્ય સીનિયર્સ ક્રિકેટર્સ પણ રહેતા હતા. આ દરમિયાન ઇશાનને જમવાનું બનાવતાં આવડતું ન હતું. તેના લીધે તે વાસણ ધોવાનું અને પાણી ભરવાનું કામ કરતા હતા અને ઘણી વાર ઇશાનને ભૂખ્યા સુઇ જવું પડતું હતું.
રાહુલ ચાહર
રોહિત શર્માના ટી20 કેપ્ટન બનતાં જ યુવા લેગ સ્પિનર રાહુલ ચાહરની ટીમ ઇન્ડીયામાં સ્થાન કાયમી થઇ શકે છે. 21 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચાહરને પહેલીવાર ટી20 વર્લ્ડકપ રમવાને તક મળી છે. ગત કેટલાક સમયથી રાહુલ ચાહર સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી ટી-20 સીરીઝમાં પણ રાહુલ ચાહરે પોતાની બોલીંગ વડે તમામને પ્રભાવિત કર્યા હતા. આ ઉપરાંત રાહુલ ચાહરને મુંબઇ ઇન્ડીયન્સ ટીમમાંથી રમવાનો સારો એવો અનુભવ છે. ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં અત્યાર સુધી રાહુલ ચાહરે 5 મેચોમાં 7 વિકેટ ઝડપી છે. તો બીજી તરફ 38 IPL મેચોમાં તેમના નામ 41 વિકેટ છે. રાહુલ ચાહર IPL માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે રમે છે.
કૃણાલ પંડ્યા
રોહિત શર્માના ટી20 કેપ્ટન બનતાં જ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ટીમ ઇન્ડીયામાં પોતાની જગ્યા કાયમી કરી શકે છે. કૃણાલ પંડ્યા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભાઇ છે. કૃણાલ પંડ્યા IPL માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે રમે છે. કૃણાલ પંડ્યા વિસ્ફોટક બેટીંગ સાથે સાથે બોલીંગમાં પણ માહિર છે. રોહિત શર્માના ટી20 કેપ્ટન બનતાં જ ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યાની કિસ્મતનો દરવાજો એકવાર ફરી ખુલી શકે છે. કૃણાલ પંડ્યાએ આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે એક ઓલરાઉન્ડર તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તેના લીધે તે ભારત માટે ટી20 અને વનડે ડેબ્યૂ કરી ચૂક્યા છે. કૃણાલે પોતાના આંતરરાષ્ટ્રીય ટી 20 કરિયરમાં 19 મેચોમાં બોલ સાથે 15 વિકેટ લીધી છે અને બેટની સાથે 124 રન બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube