નવી દિલ્લી: 6 વર્ષ  પછી ટી-20માં નંબર વન બની ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી જે ન કરી શક્યો તે કમાલ રોહિત શર્માએ કરી બતાવી. રોહિત શર્મા ફૂલ ટાઈમ કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમ સતત જીત હાંસલ કરી રહી છે. હવે ભારત ટીમ ટી-20 રેન્કિંગમાં નંબર વન સુધી પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝને ટી-20 સિરીઝમાં 3-0થી હરાવ્યા પછી ટીમ ઈન્ડિયા આઈસીસી રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે. આ લગભગ 6 વર્ષ પછી થયું છે. જ્યારે ટીમ ઈન્ડિયાને ટી-20 રેકિંગમાં નંબર વનનું સ્થાન મળ્યું છે. આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્ષ 2016માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સિરીઝ શરૂ થતાં પહેલાં ટીમ ઈન્ડિયાના રેટિંગ પોઈન્ટ 268 હતા. અને તે ઈંગ્લેન્ડ પછી બીજા નંબરે હતું. પરંતુ સિરીઝમાં 3-0થી જીત પછી ભારતના રેટિંગ પોઈન્ટ્સ 269 થઈ ગયા છે. ઈંગ્લેન્ડના પણ તેટલા જ રેટિંગ પોઈન્ટસ છે. પરંતુ ટીમ ઈન્ડિયા નેટ રન-રેટના આધારે નંબર વન બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


છેલ્લે ક્યારે બન્યું હતું નંબર વન:
ભારતીય ટીમ આ પહેલાં 12 ફેબ્રુઆરી 2016થી લઈને 3 મે 2016 સુધી ટી-20 રેન્કિંગમાં નંબર વન રહી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમનો કેપ્ટન હતો. તેના પછી વિરાટ કોહલીના હાથમાં ટીમની કેપ્ટનશીપ આવી. પરંતુ લાંબા સમય સુધી ટીમ ટેસ્ટ રેન્કિંગમાં તો નંબર વન રહી પરંતુ ટી-20માં આ તાજ હાંસલ થયો ન હતો. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ 2021 રમ્યો હતો. જેમાં તે સેમીફાઈનલ સુધી પહોંચ્યું હતું. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ પહેલાં જ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની વાત કરી હતી. રોહિત શર્માએ તેના પછી ભારતીય ટીમની કમાન સંભાળી હતી.


 


ટીમ ઈન્ડિયા રેકિંગ:
ટેસ્ટ -   નંબર 3


વન-ડે - નંબર 4


ટી-20 - નંબર 1


 


રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે રમવામાં આવેલી ટી-20 સિરીઝમાં ફૂલ ટાઈમ કેપ્ટન સંભાળી હતી. જેમાં ભારત 3-0થી જીત્યું હતું. હવે વેસ્ટ ઈન્ડિઝ સામે


ટી-20 સિરીઝમાં પણ ભારત 3-0થી જીત મેળવી છે. રોહિત શર્મા ટી-20 ઈતિહાસમાં ભારતના ત્રીજા સૌથી સફળ કેપ્ટન પણ બની ગયો છે.