એડિલેડઃ ટી20 વિશ્વકપ 2022ની સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં રડતો જોવા મળ્યો છે. આ શરમજનક હાર બાદ કેપ્ટનની આંખો નમ હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં બોર્ડ પર 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. આ સ્કોરને ઈંગ્લિશ ટીમે જોસ બટલર અને એલેક્સ હેલ્સની તોફાની ઈનિંગની મદદથી માત્ર 16 ઓવરમાં હાસિલ કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઈંગ્લેન્ડ હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં ટાઈટલ માટે બાબર આઝમની પાકિસ્તાન સામે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ વિરુદ્ધ કારમા પરાજય બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થઈ બેઠો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતનો આ પ્રથમ ટી20 વિશ્વકપ હતો અને આ પ્રકારની હાર દિલ તોડનારી છે. ભારતે ટૂર્નામેન્ટનો પ્રારંભ પાકિસ્તાનને હરાવી શાનદાર રીતે કર્યો હતો. સુપર-12માં માત્ર એક મેચ હારી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ અહીં ઈંગ્લેન્ડે શાનદાર રમત રમી ટીમ ઈન્ડિયાને બહાર કરી દીધી છે. 


આ પણ વાંચોઃ T20 WC 2022: વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું, આ છે ભારતની હારના 5 કારણો


વાત મુકાબલાની કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો, જે માત્ર 5 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 27 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો આદિલ રાશિદે સૂર્યકુમાર યાદવ (14) ના રૂપમાં આપ્યો હતો. ભારતે 75 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ચોથી વિકેટ માટે કોહલી અને હાર્દિકેપ 50 રનની ભાગીદારી કરી હતી. કોહલી 50 રન બનાવી જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. હાર્દિકે 33 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા. 


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને કોઈ સમસ્યા થઈ નથી. ઈંગ્લેન્ડે 24 બોલ બાકી રહેતા 170 રન બનાવી મેચ જીતી લીધી હતી. જોસ બટલરે આ દરમિયાન 80 અને એલેક્સ હેલ્સે 86 રનની અણનમ ઈનિંગ રમી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube