Ritika Sajdeh થી પહેલા આ એક્ટ્રેસ હતી Rohit Sharma નો પ્રેમ, Virat Kohli એ કરાવ્યું હતું બ્રેકઅપ
ટીમ ઇન્ડિયાના `હિટમેન` અને આઈપીએલ (IPL) ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 30 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલમાં રોહિત દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના 'હિટમેન' અને આઈપીએલ (IPL) ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 30 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલમાં રોહિત દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે. રોહિત દુનિયામાં જેટલો તેની રમત વિશે ચર્ચામાં છે, એટલો જ તે તેના લવ લાઇવ વિશે પણ પ્રખ્યાત છે.
વિરાટ કોહલીના કારણે થયું હતું બ્રેકઅપ
રોહિત શર્મા (Rohit Sharma) એક વખત બોલિવૂડ અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હતો. પરંતુ રોહિતનું બ્રેકઅપ તેના સાથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) કારણે થયું હતું. આ અભિનેત્રીનું નામ સોફિયા હયાત (Sofia Hayat) છે. સોફિયા અને રોહિત એક બીજાને ડેટ કરી રહ્યા હતા, બાદમાં તેમના સંબંધો તૂટી ગયા. કોહલીના કારણે રોહિત અને સોફિયાના સંબંધો સમાપ્ત થયા. એક સમયે, સોફિયાએ જાતે એક ટ્વીટ દ્વારા આ મુદ્દો સ્પષ્ટ કર્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube