મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની વિશ્વ કપ 2023ના ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દુખી છે. કેપ્ટન રોહિત શર્મા તો ગ્રાઉન્ડની બહાર જતા સમયે રડતો જોવા મળ્યો હતો. મોહમ્મદ સિરાજની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા. તો કેપ્ટન વિરાટ કોહલી પણ પોતાના આંસુ છુપાવતો જોવા મળ્યો હતો. રોહિત શર્માની ટીમ સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતનું સપનું તોડી દીધુ હતું. સોશિયલ મીડિયા પર રોહિત શર્માની પુત્રી સમાયરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે તેના પિતા આ સમયે કઈ સ્થિતિમાં છે અને કયાં સુધી તેમના ચહેરા પર હાસ્ય જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે પોઝિટિવ છે
સોશિયલ મીડિયા એક્સ પર 46thcenturywhenRohit નામના એક યૂઝરે વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રોહિત શર્માની પત્ની રિતિકા (Ritika Sajdeh)અને તેની પુત્રી સમાયરા (Samaira) કયાંક જઈ રહ્યાં છે. વીડિયોમાં જ્યારે પુત્રી સમાયરાને તે પૂછવામાં આવે છે કે રોહિતને કેમ છે? તેના પર સમાયરા કહે છે- તે રૂમમાં છે અને હવે તે લગભગ પોઝિટિવ છે. એક મહિનાની અંદર તે ફરી હસવા લાગશે. 


લાત મારીને ભગાડ્યો, આર્થિક તંગી; સિલેક્શનમાં ગરબડ... શમીના ખુલાસાથી મચી ગયો હડકંપ


રોહિત શર્મા આ સમયે 36 વર્ષનો છે. આગામી વનડે વિશ્વકપ 2027માં રમાવાનો છે. એટલે કે ચાર વર્ષ બાદ આ મેગા ઈવેન્ટનું આયોજન થશે. વિશ્વકપ ફાઈનલમાં મળેલી હાર બાદ રોહિત શર્માના કરિયર પર સવાલ ઉઠવા લાગ્યા છે. રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે લાંબા સમયથી ટી20 મેચ પણ રમ્યો નથી. હવે જોવાનું તે રહેશે કે રોહિત શર્મા તેના ભવિષ્ય અંગે શું નિર્ણય કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube