Rohit Sharma Emotional: 50 રન માર્યા બાદ રડી પડ્યો રોહિત, આકાશમાં જોઈને કોને કરી રહ્યો હતો યાદ?
ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં દર્શકોને જોવા મળ્યો કંઈક અજીબો-ગરીબ કિસ્સો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સારી બેટિંગ કરી રહ્યાં હતાં. રોહિતે જ્યારે અડધી સદી ફટકારી ત્યારે તેની આંખો અચાનક કેમ ભીંજાઈ ગઈ હતી. અને રોહિત આકાશમાં કોની સામે જોઈને એકદમ ભાવુક થઈ ગયા હતા. એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો હતો. દર્શકો પણ આ દ્રશ્યો જોઈને વિચારમાં પડી ગયા હતાં. તો અમે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ છીએ. તેના માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
IND vs SL 1st ODI Highlights: ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં દર્શકોને જોવા મળ્યો કંઈક અજીબો-ગરીબ કિસ્સો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સારી બેટિંગ કરી રહ્યાં હતાં. રોહિતે જ્યારે અડધી સદી ફટકારી ત્યારે તેની આંખો અચાનક કેમ ભીંજાઈ ગઈ હતી. અને રોહિત આકાશમાં કોની સામે જોઈને એકદમ ભાવુક થઈ ગયા હતા. એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો હતો. દર્શકો પણ આ દ્રશ્યો જોઈને વિચારમાં પડી ગયા હતાં. તો અમે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ છીએ. તેના માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
ઉલ્લેખનીય છેકે, શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ 67 બોલમાં 83 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન જ્યારે તેણે પોતાની અડધી સદી પૂરી કરી ત્યારે તે ખૂબ જ ભાવુક રીતે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. ખરેખર, રોહિતની આ ભાવનાત્મક ઉજવણી પાછળ એક દુઃખદ કારણ છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડેના 24 કલાક પહેલા જ રોહિત શર્માના ઘરે એક દુઃખદ સમાચાર આવ્યા. રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહનો પાલતુ કૂતરો તેમને કાયમ માટે છોડી ગયો. રોહિત શર્મા તેના પાલતુ કૂતરાના મૃત્યુથી ખૂબ જ દુઃખી થયો હતો. તેણે આ અડધી સદી તેના કૂતરાને સમર્પિત કરી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં રોહિત ઈમોશન્સથી ભરેલો જોઈ શકાય છે. તે જ સમયે, તેના કૂતરાના મૃત્યુના સમાચાર તેની પત્ની રિતિકા સજદેહે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યા છે. આ સમાચાર શેર કરવાની સાથે રિતિકાએ કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે જેમાં રોહિત શર્મા પણ આ કૂતરા સાથે જોવા મળી રહ્યો છે.
પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ સમાચાર શેર કરતા રિતિકાએ કેપ્શનમાં લખ્યું, ‘ગઈકાલનો દિવસ અમારા જીવનનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ દિવસ હતો. અમે અમારા જીવનના પ્રેમને અલવિદા કહ્યું. દરેક વ્યક્તિને તમારા જેવું સુંદર બાળક ઈચ્છે છે. મારો પ્રથમ પ્રેમ, મારું પ્રથમ બાળક, અત્યાર સુધીનું સૌથી નરમ ફરબોલ. જ્યાં સુધી આપણે ફરી મળીશું નહીં, ત્યાં સુધી આપણા જીવનમાં થોડો ઓછો જાદુ રહેશે.’