નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનિંગ બેટર રોહિત શર્મા હાલના સમયમાં વિશ્વનો શાનદાર ઓપનર છે. વનડેમાં ત્રણ બેવડી સદી હોય કે પછી ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી, રોહિતે બેટથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. એક સમય પર સીમિત ઓવરોમાં દુનિયાના સૌથી શાનદાર ઓપનર મનાતા રોહિતે પાછલા કેટલાક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનો કમલ દેખાડ્યો છે. રોહિતે ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે અને આ કારણે અનેક ખેલાડીઓનું કરિયર તબાહ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતના આવતા આ બેટરનું કરિયર ખતમ
રોહિત શર્માએ જ્યારે ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી છે ત્યારથી ઘણા એવા બેટર છે જેનું પત્તુ હંમેશા માટે કપાય ગયું. આ બેટરોમાં એક નામ મુરલી વિજયનું છે. મુરલી વિજય એક સમયે ટીમનો વિશ્વાસપાત્ર ઓપનર હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. વિજયે પોતાની છેલ્લી મેચ ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ તેની વાપસીનો દરવાજો બંધ કરી દીધો. હવે લાગે છે કે મુરલી વિજય ક્યારેય ટીમમાં વાપસી કરી શકશે નહીં, કારણ કે તે ડોમેસ્ટિક ક્રિકેટથી પણ દૂર છે. 


ધવનને પણ નથી મળતી તક
મુરલી વિજય સિવાય વધુ એક ખેલાડીનું કરિયર રોહિત શર્માના આવવાથી ખતમ થઈ ગયુ. આ બેટરનું નામ શિખર ધવન છે. ધવન ભારતની વનડે અને ટી20 ટીમમાં તો રમી શકે છે પરંતુ ટેસ્ટમાં તેના માટે દરવાજો બંધ થઈ ગયો છે. ભારતીય ટીમ પાસે આજે ઓપનરમાં અનેક વિકલ્પ હાજર છે તેવામાં વિજય અને ધવનની જરૂર પડતી નથી. 


આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ ટીમનો ખરો 'પટેલ' છે આ છોકરો, આખી વિરાટ સેનાને કરી દીધી પેવેલિયન ભેગી


આવું રહ્યું મુરલી વિજયનું કરિયર
મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 61 મેચ રમી, જેમાં તેણે 3982 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી ફટકારી છે. વનડે અને ટી20માં તેને વધુ તક મળી નહીં. તે છેલ્લા ત્રણ વર્ષથી ટીમમાંથી બહાર છે અને કેએલ રાહુલ તથા રોહિત શર્માનું ફોર્મ જોતા લાગે છે કે તેની વાપસી મુશ્કેલ છે. 


ટી20 ટીમનો કેપ્ટન છે રોહિત
હાલમાં ટી20 વિશ્વકપ બાદ વિરાટ કોહલીએ ટી20ની કેપ્ટનશિપ છોડી દીધી છે. ત્યારબાદ બીસીસીઆઈએ રોહિત શર્માને ટી20 ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રોહિતની આગેવાનીમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 3-0થી સિરીઝ જીતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube