નવી દિલ્હીઃ વેલિંગટન વનડેમાં ન્યૂઝીલેન્ડના બોલરોએ જો ભારતીય ટોપ ઓર્ડરને આસાનીથી ધરાશાયી કર્યું તો રોહિત શર્માની સદી પર પણ બ્રેક લગાવી હતી. કીવી બોલરોએ દરેક સિરીઝમાં રોહિતની સદીના સિલસિલાને તોડી દીધો હતો. મહત્વનું છે કે, છેલ્લી 10 વનડે સિરીઝમાં રોહિતનું પ્રદર્શન ખાસ રહ્યું અને તેણે ઓછામાં ઓછી એક સદી ફટકારી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી 11મી વનડે સિરીઝમાં આ સિલસિલો તુટ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ન્યૂઝીલેન્ડ બન્યું વિઘ્ન
કમાલ જુઓ છેલ્લી વખત જે વનડે સિરીઝમાં રોહિતે સદી ફટકારી ન હતી તે પણ સિરીઝ ન્યૂઝીલેન્ડ સામે હતી. રોહિતે 2016માં કીવી ટીમ વિરુદ્ધ 5 મેચોની વનડે સિરીઝમાં કોઈ સદી ફટકારી નહતી. ત્યારબાદ આ બીજીવાર છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રોહિતના સદીના સિલસિલા પર બ્રેક લાગી ગઈ છે. આ વખતે ધરતી કીવીઓની છે. 



ક્રિકેટ ઈતિહાસઃ ભારતે આજના દિવસે જીત્યો હતો અન્ડર-19 વિશ્વકપ
 


10 વનડે સિરીઝ બાદ સદી પર બ્રેક
રોહિતે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીથી રમાયેલી દરેક વનડે સિરીઝ કે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક સદી તો ફટકારી છે. રોહિતે આ સિલસિલાને પણ આ વર્ષો ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 10મી વનડે સિરીઝમાં યથાવત રાખ્યો હતો. પરંતુ 11મી વનડે સિરીઝમાં તે સદી ફટકારવામાં અસફળ રહ્યો હતો. 



ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરૂ અને વિશાખાપટ્ટનમ ટી-20 મેચોની તારીખમાં ફેરફાર 


પોતાની આગેવાનીમાં સૌથી ઓછા સ્કોર પર આઉ
વેલિંગ્ટનમાં સિરીઝની અંતિમ અને 5મી વનડેમાં રોહિત માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેટ હેનરીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. મહત્વનું છે કે, આ મેચમાં રોહિત આગેવાની કરી રહ્યો છે અને કેપ્ટન તરીકે તેનો આ સૌથી ઓછો સ્કોર પણ છે.