Rohit Sharma Record: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટર રોહિત શર્માએ નેધરલેન્ડ સામે રવિવારે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિશ્વકપ મેચ દરમિયાન એક રેકોર્ડ બનાવી દીધો છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે, જેને અત્યાર સુધી ભારત માટે માત્ર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ હાસિલ કરી શક્યા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 14,000 રન પૂરા કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
નેધરલેન્ડ સામે રવિવારે વિશ્વકપની લીગ મેચમાં રોહિતે 12 રન બનાવવાની સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્માએ આ મેચમાં ત્રીજી ઓવરમાં પોતાના નામે એક મોટો કીર્તિમાન કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય ઓપનર બની ગયો છે. રોહિત શર્મા પહેલા આ કમાલ સચિન તેંડુલકર અને ઓપનર વીરેન્દ્ર સેહવાગ કરી ચુક્યા છે. 


ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ રન
ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન સેહવાગે બનાવ્યા છે. સેહવાગે ઓપનર તરીકે સૌથી વધુ 15758 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં બીજા સ્થાને સચિનનું નામ આવે છે. સચિન તેંડુલકરે ઓપનર તરીકે 15335 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્મા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને આવે છે. રોહિતે ભારત માટે ઓપનિંગ કરતા 14047 રન બનાવ્યા છે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર
1. વિરેન્દ્ર સેહવાગ - 15,758
2. સચિન તેંડુલકર - 15,335
3. રોહિત શર્મા - 14,047*
4. સુનીલ ગાવસ્કર - 12,258
5. શિખર ધવન – 10,867


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર
1. સનથ જયસૂર્યા - 19,298
2. ક્રિસ ગેલ - 18,867
3. ડેવિડ વોર્નર - 18,026
4. ગ્રીમ સ્મિથ - 16,950
5. ડેસમન્ડ હેન્સ - 16,120
6. વિરેન્દ્ર સેહવાગ - 16,119
7. સચિન તેંડુલકર - 15,335


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube